Gujarat

દાહોદના ખાપરીયામાં વોટ અમને નથી આપ્યો એમ કહી ટોળાએ ઘરમાં તોડફોડ કરી

દાહોદ
દાહોદ તાલુકાના ખાપરીયા ગામે રહેતાં મોતી મનાભાઈ સંગાડીયા, જાેતિયા ધનાભાઈ સંગાડા, લાલા મથુરભાઈ ભાભોર, મકાજી ભાભોર, મથુર ભાભોર, દલા મથુર ભાભોર, મહેશ દલા ભાભોર તથા તેમની સાથે અન્ય ઈસમો મળીને કુલ ૨૯ ઈસમોનું ટોળું જળીયાભાઈ માનીયાભાઈ અમલીયારના ઘરે ધસી આવ્યું હતું. તેમજ પોતાની સાથે હાથમાં ગોફણો, તીરકામઠા, પથ્થરો વગેરે લઈ કીકીયારીઓ કરી જળીયાભાઈને બેફામ ગાળો બોલી હતી. આ ટોળું તમે અમને કેમ વોટ આપ્યો નથી, તેમ કહી ઉશ્કેરાઈ ગયું હતું. તેમજ જળીયાભાઈના ઘરમાં ઘુસી જઈ તોડફોડ કરી, પથ્થરમારો કરી ઘરના નળીયા, દરવાજાને પણ તોડી નાખ્યો હતો. જેથી આ સંબંધે જળીયાભાઈ માનીયાભાઈ અમલીયારે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ તાલુકાના ખાપરીયા ગામે ૨૯ જેટલા ઈસમોએ એકસંપ થઈ મારક હથિયારો વડે એક વ્યક્તિના ઘરે આવી હુમલો કર્યો હતો. નોંધનીય છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતે આ શખ્સોએ ઘરમાં ઘુસી જઈ તોડફોડ કરી ભારે પથ્થરમારો કરતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *