ગિરગઢડા
ભરત ગંગદેવ..
જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ચાઈલ્ડલાઈન સર્વિસ દીવ દ્વારા એક્ઝીસ બેંક ખાતે અવેરનેસ કાર્યક્રમ કરેલ જેમાં ચાઈલ્ડલાઈન સર્વિસ ની કાર્ય પ્રણાલી તથા ૧૦૯૮ કૉલિંગ સેવા વિશે માહિતગાર કર્યા જેમકે કોઈ બાળક મુકેલીમાં હોય?કોઈ બાળક ખોવાય ગયેલ હોય?કોઈ બાળક મેડિકલ મદદ?કોઈ બાળક ઘર તરછોડી જતું રહ્યું હોય?કોઈ બાળક શિક્ષણથી વંચિત હોય કે કોઈ બાળક સાથે દુર્વ્યવહાર થતો હોય બાળમજૂરી અથવા હિંસા થતી હોય ? કે પછી બાળકોના માતાપિતા ને બાળકોના લાગતી મુંજવણ અંગે પ્રશ્ન હોય જેવી અન્ય તમામ બાબતો માટે ૧૦૯૮ ઉપર કોલ કરવાથી બાળકને મદદરૂપ થાય છે તથા બાળકોના હિતો,અધિકારો અને રક્ષણ માટે સમજૂતિ આપેલી જેમાં એક્સીસ બેંકના મેનેજર શ્રી હિતેશભાઈ તથા સહ સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા સમસ્ત કાર્યક્રમનું આયોજન ચાઈલ્ડલાઈન, દીવ પ્રોજેકટ ડાયરેક્ટર આરીફભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયો અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ચાઈલ્ડલાઈન દિવના કો-ઓર્ડીનેટર તનવીર એસ. ચાવડા,ટિમ મેમ્બર હર્ષા બેન શાહ અને વોલન્ટિયર અંજનાબેન યાસીન, જહેમત ઉઠાવી.


