Gujarat

જેતપુરમાં માતા – પુત્ર ઉપર ત્રિપુટીનો હુમલોઃ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી ઘર પાસે કૂતરાંને બિસ્કિટ નાખતા પુત્ર સાથે ઝઘડો કરી તૂટી પડ્યાઃ એસ્ટ્રોસિટીનો ગુનો નોંધાયો

જેતપુરમાં વડલી ચોક વિસ્તારમાં રહેતા માતા – પુત્ર ઉપર ત્રણ ભરવાડ શખ્સોએ લાકડી વડે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ખૂનની ધમકી આપી હતી.પુત્ર ઘર પાસે કૂતરાને બિસ્કીટ નાખતો હોય.બાબતે ઝઘડો કરી માર માર્યો હતો.પોલીસે એસ્ટ્રોસીટી સહીતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .
જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં વડલી ચોકમાં રહેતા સોનલબેન અશોકભાઈ વાઘેલા ( ઉ.વ.૩૬ ) એ જેતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં ગોદરા વિસ્તારમાં રહેતા દેવો ભરવાડ,લાલો હમીર ભરવાડ ,અને સુરો ભરવાડના   નામ આપ્યા છે ગત તા.૨૬ ના રાત્રે તેનો પુત્ર જીલ ઘર પાસે કૂતરાને બિસ્કીટ નાખતો હતો . ત્યારે આરોપી દેવો ભરવાડ ત્યાથી બાઈક લઈ નીકળતા રોડ ઉપર બિસ્કીટ નાખે છે સાઈડમાં રહેતો હોય તો તેમ કહી ઝઘડો કરતા ફરીયાદી દોડી જતા ત્રણેય શખ્સોએ માતા – પુત્ર ઉપર લાકડી વડે હુમલો કરી જ્ઞાતિ પત્યે હડધુત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે જેતપુર સીટી પોલીસે સોનલબેન વાઘેલાની ફરીયાદ પરથી હુમલાખોર ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી એસસીએસટી સેલના ડીવાયએસપી મહર્ષિ રાવલે વધુ તપાસ હાથ ધરી છે .
હરેશ ભાલીયા જેતપુર

IMG-20211229-WA0160.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *