ગિરગઢડા
ભરત ગંગદેવ.
તાલાલા શહેર ભાજપ દ્વારા તાલાલા શહેર ના નવનિયુક્ત હોદેદ્દારો ની નિમણુંક પછી પ્રથમ કારોબારી મિટિંગ નું આયોજન તાલાલા જલારામ મંદિર એ કરવામાં આવ્યું જેમાં તાલાલા ના નવાનિમાયેલા હોદ્દેદારો તથા નગરપાલિકા ના સદસ્યો હાજર રહ્યા હતા….મિટિંગ માં તાલાલા શહેર ના પ્રભારી કોડિયાતરભાઈ હાજર રહ્યા હતા અને શહેર માંથી કારોબારી સદસ્યો , શહેર પ્રમુખ મુકેશભાઈ દેવળીયા તથા મહામંત્રી ઓ, નગરપાલિકા ના પ્રમુખ સરમણભાઇ ચોપડા, ઉપપ્રમુખ અમિતભાઇ ઉનડકટ, ભુપતભાઇ હિરપરા , દિલીપભાઈ બોરીચા વગેરે સદસ્યો હાજર રહ્યા હતા અને આવનારા સમય ના તમામ કાર્યક્રમો ની માહિતી મેળવી હતી….


