તા.૩-૭-૨૦૨૧ સવારે ૧૧-૦૦ વાગે ભારતીય સંસ્કૃતિના સંસ્કારોની પરંપરા મુજબ લગ્ન તિથીની અનોખી ઉજવણી ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ કલબ જોધપુર હીલ, સંવેદનાના સભ્યો મિત્રોની હાજરી- સહયોગથી સ્મિત ચાઈલ્ડ ઍજ્કેશન સંસ્થાના મેન્ટલી રીટાયર્ડ બાળકોની ખુશાલી વચ્ચે ગાયત્રી પરિવાર અને લાયન્સ દંપતિ દક્ષાબેન- ગીરીશભાઈ પટેલનો ૩૦મો લગ્ન દિવસ ઉજવાયો જેમાં સંસ્થાના બાળકો- વિદ્યાર્થીઓને ભોજન, ફૂલ સ્કેપ નોટબુક, મંત્ર લેખન નોટબુક,પેન, માસ્ક, સેનેટરાઇઝ,નાસ્તા પેકેટનું નિ: શુલ્ક વિતરણ તેમજ સંસ્થાને પંખો, ટ્યુબ લાઈટ,ઑઈલ પેઈન્ટ કલર વિગેરેની સહાય કરવામાં આવી હતી અને સાંજે ગાયત્રી દિપયજ્ઞનુ આયોજન કરાયું છે તેમ કનુભાઈ પટેલે જણાવ્યું હતું


