Gujarat

નવરાત્રિમાં મનોરંજનની સાથે મહિલા રોજગારીનો અદભૂત અભિગમ

અમદાવાદ
હેપીબિઝ સંસ્થા લોકોમાં ખુશી આપવાનું અને સાથે બિઝનેશને આગળ વધારવાનું કામ કરે છે. તો ઉત્થાન ફાઉન્ડેશન ગ્રામીણ વિસ્તારમાં બાળકોને અભ્યાસ આપવા સહિત મદદ પુરી પાડવાનું કામ કરે છે. જે સંસ્થાએ ત્રણ શાળા દત્તક લઈને તેમાં ભણતા બાળકોને અભ્યાસ સહિતની મદદ પુરી પાડી રહ્યા છે. કાર્યક્રમના અયોજકોનું માનવું છે કે તેમના આ પ્રયાસથી જરૂરિયાત મંદને વધુમાં વધુ મદદ મળશે. જે રમઝટ ૧.૦ કાર્યક્રમમાં સંસ્થા ૧૦ નામચીન મહિલાઓને બોલાવી તેઓને સન્માનિત કરશે. જેથી તેઓની સાથે અન્યને આગળ વધવા માટે પ્રેરણા મળે. અને મહિલાઓ વિવિધ ક્ષેત્રે આગળ વધે અને પોતાનું નામ બનાવી શકે. તેમજ આયોજન કરતા સંસ્થાઓનું માનવું છે કે આજના સમયમાં આ પ્રકારના કાર્યોની જરૂરિયાત છે. તે પછી તેમના થકી થાય કે પછી અન્ય થકી. જેથી કોરોનામાં પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા કે આર્થિક ભાંગી પડેલા લોકોને મદદ મળી રહે અને તેઓ પોતાના જીવનમાં આગળ વધી શકે. તો ઉદ્યોગ ક્ષેત્રે મહિલાઓ આગ વધી પોતાનું સાથે પોતાના ગામ. શહેર અને રાજ્યનું નામ પણ રોશન કરી શકે.હેપીબિઝ અને ઉત્થાન ફાઉન્ડેશન દ્વારા રમઝટ ૧.૦ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ થકી તેઓ મહિલા એમ્પાવરમેન્ટ અને મહિલા એન્ટરપ્રિન્યોરને આગળ વધારવા તેમજ પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે કાર્યક્રમના ભાગરૂપે આવતી કાલે એક્ઝિબિશન યોજાશે. જે એક્ઝિબિશન અંદર હેંડીક્રાફટ અને જવેલર્સ સહિત ઘરેલુ ઉદ્યોગો સાથે જાેડાયેલ મહિલાઓ ભાગ લેશે. જેથી તેવી મહિલાઓને રોજગારી મળી રહે. સાથે જ તે કાર્યક્રમ થકી જે ફંડ એકઠું થાય તે જરૂરિયાતમંદ લોકો પાછળ ઉપયોગ કરવા સંસ્થાએ આયોજન કર્યાનું જણાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *