– પોલીસ દ્રારા કોર્ટ મા રજુ કરી વધુ રીમાન્ડ ની માંગ કરી
– મુખ્ય આરોપી જયેશ પટેલ સહિત અગિયાર આરોપીઓના રીમાન્ડ પૂર્ણ થતા પ્રાંતિજ કોર્ટ મા રજુ કરવામા આવ્યા
– પોલીસે અત્યાર સુધી મા ૨૭ લોકો ની કરી અટકાયત
– ૧૨ આરોપીઓના રીમાન્ડ ના મંજુર કરવામા આવ્યા
– હિંમતનગર સબ જેલ ખાતે મોકલી આપવામા આવ્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના ઉંછા ફોર્મ હાઉસ થી પેપર લીક મામલે એક પછી એક આરોપીઓના નામ ખુલતા જાય છે જેમા પોલીસ દ્રારા વધુ પાંચ આરોપીઓની અટકાયત કરવામા આવી હતી તો અત્યાર સુધી મા ૨૭ લોકો ની અટકાયત થઈ છે તો મુખ્ય આરોપી સહિત ૧૨ આરોપીઓના રીમાન્ડ પૂર્ણ થતા પોલીસે વધુ રીમાન્ડ ની માંગ સાથે પ્રાંતિજ કોર્ટ મા રજુ કર્યા
પ્રાંતિજ ના ઉંચા ફોર્મ હાઉસ થી પેપર લીક થયેલ મામલે અત્યાર સુધી મા જિલ્લા પોલીસ તથા સ્થાનિક પોલિસ દ્રારા ૨૨ લોકો ની અટકાયત કરવામા આવી હતી જેમા જયેશભાઇ ઇશ્વરભાઇ પટેલ કુલદિપકુમાર નલીનભાઇ પટેલ ધ્રુવ ભરતભાઇ બારોટ મહેશકુમાર કમલેશભાઇ પટેલ ચિંતન પ્રવિણભાઇ પટેલ દર્શન કિરીટકુમાર વ્યાસ સુરેશ રમણભાઇ પટેલ જશવંતભાઇ હરગોવનભાઇ પટેલ મહેન્દ્રભાઇ એસ પટેલ રીતેશકુમાર ઉર્ફે ચકો ભીખાભાઈ પ્રજાપતિ રોનક મુકેશભાઈ સાધુ દાંનાભાઈ ઉર્ફે કાનાભાઈ ખોડાભાઈ ડાંગર ૧૨ આરોપીઓના રીમાન્ડ પૂર્ણ થતા આજે પ્રાંતિજ કોર્ટ મા વધુ રીમાન્ડ ની માંગ સાથે જિલ્લા પોલીસ તથા સ્થાનિક પોલીસ દ્રારા હાજર કરવામા આવ્યા હતા જેમા પ્રાંતિજ કોર્ટ મા સરકારી વકીલ તથા આરોપીઓ ના વકીલો દ્રારા સામ-સામે દલીલો બાદ કોર્ટ દ્રારા આજે ૧૨ આરોપીઓને ના રીમાન્ડ ના મજુર થયા તમામે-તમામ આરોપીઓ ને હિંમતનગર સબ જેલ ખાતે મોકલી આપવામા આવ્યા હતા તો ૧૨ આરોપીઓ ના જામીન માટે અરજી કરવામા આવી છે જે ને લઈ ને કોટ દ્રારા કાલે જામીન અરજી ઉપર હિયરીગ કરવા આવશે
તો પોલીસ દ્રારા વધુ પાંચ આરોપીઓ ને પ્રાંતિજ ઇડર થી ઝડપી પાડયા હતા જેમા મુખ્ય આરોપી જયેશ પટેલ નો ભાઇ સંજય પટેલ ને ધાનેરા ખાતે થી ઝડપી પાડયો હતો અને અન્ય ચાર અક્ષય પટેલ , વિપુલ પટેલ , પ્રકાશ પટેલ , ધીમેન પટેલ ની ધરપકડ કરવામા આવી હતી તો પોલીસ દ્રારા કુલ અત્યાર સુધીમા પેપર લીક મામલે ૨૭ જેટલો આરોપીઓની ધરપકડ કરવામા આવી છે તો પકડાયેલ વધુ પાંચેય આરોપીઓને પોલીસ દ્રારા રીમાન્ડ ની માંગ સાથે આજે પ્રાંતિજ કોર્ટ સમક્ષ સાંજ ના પાંચ વાગે રજુ કરવામા આવશે ત્યારે રજુ કરવામા આવેલ પાંચેય આરોપીઓના રીમાન્ડ કોર્ટ દ્રારા ના મંજૂર કર્યા હતા અને
પાંચેય આરોપીઓને હિંમતનગર સબજેલમાં મોકલી આપ્યા
અત્યાર સુધીમા ૨૭ આરોપીઓની પેપર લીક મામલે પોલીસ દ્રારા ધરપકડ કરેલ છે
બાઈટ- કાલીદાસ ભાઇ પટેલ (સરકારી વકિલ)
ઉમંગરાવલ સાબરકાંઠા 6353933736
