મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
હેલપિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ત દાન કેમ્પ નું આયોજન બાલાસિનોર ખાતે ત્રણ અલગ અલગ સ્થાને રાખવામાં આવ્યું.. જેમાં નવપંચ જમાતખાના મા ગોધરા અને લુણાવાડા રેડ ક્રોસ સોસાયટી , ગરીબનવાઝ સોસાયટી મા નડિયાદ રેડ ક્રોસ સોસાયટી તથા કાલુપુર મદરાસા મા લુણાવાડા રેડક્રોસ તથા કે, એમ, જી હોસ્પિટલ ના સહયોગ થી સફળ આયોજન હેઠળ બાલાસિનોર સમાજ ના જાગ્રુત નાગરિકો એ રક્ત દાન કરી આયોજન ને સફળ બનાવ્યો.જેમાં બાલાસિનોર શહેરના પી.આઈ એમ.વી.ભગોરા તથા તેમના સ્ટાફે હાજરી આપી રક્તદાન કર્યું. પ્રોગ્રામ ને સફળ બનાવવા હેલપિંગ હેન્ડ ટ્રસ્ટ સરપરસ્ત મૌલાના હાજી અકરમ બાપુ અને ટ્રસ્ટ ના તમામ સભ્યો તથા નાયબ મામલતદાર શ્રી મન્સૂર ભાઈ પીરજાદા , k.G.N કસ્બા કમેટી, મુસ્લિમ એજ્યુકેશન કમેટી , મદની ગ્રુપ એન્ડ ગરીબ નવાઝ કમેટી , અમીરાત કમેટી કાલુપુર, ગૌસીયા કમેટી ,કુરેશી કમેટી , K.B ગ્રુપ ,એનજલ ગ્રુપ, ઇચ્છુટોલા કમેટી , મોહસીને મિલલત કમેટી , અંજુમન રિલીફ કમેટી , હુસેની કમેટી , તારનશાહીદ કમેટી તથા મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ નગરપાલિકા ના પાર્ષદ શ્રીઓ તથા ઓલમાએ કિરામ અને લુણાવાડા થી નટવરસિંહ સોલંકી (મુન્ના બાપુ) એ સાથ-સહકાર આપ્યો.
આ કેમ્પ મા લુણાવાડા રેડક્રોસ ને 95 બોટલ, ગોધરા રેડક્રોસ ને 95 બોટલ અને નડિયાદ રેડક્રોસ ને 20 બોટલ એમ કુલ 210 બોટલ લોહી નું દાન કર્યું.


