Gujarat

બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામે હેરણ નદી પર બનતા પુલની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતા પ્રજા ત્રાહીમામ પુકારી ઉઠી છે નદી અવરજવર માટે બનાવેલ ડાયવર્ઝન પણ ચોમાસામાં ધોવાઈ જતા લોકો જીવના જોખમે નદીના પાણી માંથી પસાર થયા છે.

બોડેલી તાલુકાના કોસિન્દ્રા થી ચિખોદ્રા વચ્ચે હેરણ નદી પર કોઝવે હોવાથી ચોમાસામાં નદી માં પાણી આવતા કોઝવે પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ થઈ જતો હતો ,આ કોઝવે પરથી ૨૦ વધુ ગામ જેવાકે ચિખોદ્રા, કાળીડોદી,નવાગામ ,કાશીપુરા જેવા ગામોના લોકો પસાર થયા  છે આશરે ૧ વર્ષ પહેલા સરકારે કોઝવે ની જગ્યા પુલ બનાવ ખાતમુહૂર્ત કર્યું હતું અને બાજુમાં એક ડાયવર્ઝન તૈયાર કરવામાં આવ્યો હતો જેને લઈ વાહન ચાલકો ને ૭ કિલોમીટર નો ફેરો બચી જતો હતો પરંતુ  ચોમાસામાં નદીમાં પાણી આવતા આ ડાયવર્ઝન ધોવાઈ ગયો છે અને  વાહન ચાલકો ૭ કિલોમીટર ના ફેરા થઈ બચવા જીવનના જોખમે નદીના પાણીમાં વાહન તથા પગપાળા લોકો  ઉતારી પસાર થવા મજબૂર બન્યા છે જ્યારે નદી પર એક વર્ષમાં પુલની કામગીરી પણ ગોકળગાયની ગતિ ચાલી રહી છે જેને લઈ લોકોમાં રોસગ ભડકી ઉઠ્યો છે તંત્ર પુલ ની બાજુમાં ડાયવર્ઝન બનાવે અને પુલની કામગીરીઆ ઝડપ લાવે તો વહેલી તકે લોકોના મુશ્કેલી માંથી છુટકારો મળે તેમ છે
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20211123-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *