Gujarat

મહુધા નગરપાલિકા દ્વારા ગુડ-ગવર્નન્સ હેઠળ કાર્યક્રમ યોજાયો.

નિસાર શેખ,મહુધા
મહુધા નગરપાલિકા દ્વારા ગુડ-ગવર્નન્સ હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરમાં થયેલા આવાસના લાભાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. કુલ ૯૯૧ મંજૂર થયેલા આવાસ પૈકી ૫૦ ટકા આવાસની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જ્યારે ડોર ટુ ડોર કચરા કલેકશન માટે કામગીરી કરતાં સફાઈ કર્મચારીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે ફાયર બ્રિગેડ ની ટ્રેનીંગ લીધેલા કર્મચારીઓનું સન્માન કરાયું હતું.
સાથે સાથે રૂપિયા 10 હજારની વ્યવસાયલક્ષી લોન આપવામાં પણ મહુઘા નગરપાલિકા દ્વારા 220 વ્યક્તિઓને લોન આપી સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ રહ્યો હતો આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ મિનાઝબાનુ મલેક,  ઉપપ્રમુખ શાહીદખાન પઠાણ તથા કારોબારી ચેરમેન નાયદાબાનુ કાજી,  પાલિકા સભ્યો કિશોરભાઈ, રસિદા ખાતુન, સહિત  હાજરાબાનુ શેખ, પાલિકા ચીફ ઓફિસર પ્રકાશભાઈ રાય ચંદાણી શહીત પાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા..

IMG-20211227-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *