મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મહેમદાવાદ તાલુકાના સરસવણી ખાતે બહુચરાજી માના ચોકમાં બિલીયાની મુવાડી એ નાટક ટી. વી. સિરિયલ ફિલ્મ તથા લોકડાયરાના કલાકાર એન. સી. ચૌહાણ તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૂત મહોત્સવ અંતર્ગત દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. જેમાં કલાકારો દિનેશ ઝાલા. રાજલબેન. તથા જનકસિહ તેમજ ફિલ્મ અભિનેતા એન. સી ચૌહાણે ઉપસ્થિત ગામજનો ડાયરામાં મોજ કરાવી હતી. આ પ્રસંગે સરસવણી ગામપંચાયત ના સભ્ય શ્રી કાલીદાસ તથા રમેશભાઈ તેમજ ઈશ્ર્વર ના હસ્તે ઉપસ્થિત કલાકારો નુ પુષ્પગુચ્છ થી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગામનજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાયૅકમ આઝાદી કા અમૂત મહોત્સવ કાયૅકમમાં સહભાગી બન્યા હતા…


