Gujarat

વંથલી નજીક વહેલીસવારે ફોરવ્હીલ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત 1નું મોત..    

જૂનાગઢ સોમનાથ નેશનલ હાઇવે અકસ્માતનો હબ બની ગયો છે.આ હાઇવે પર અકસ્માતના બનાવો છાશવારે સામે આવતા હોય છે.આ હાઇવે પર અનેક લોકો અકસ્માત ને કારણે મોતના મુખમાં ધકેલાયા છે.ત્યારે ગત વહેલીસવારે આ હાઇવે પર વંથલી નજીક કેશોદ તરફ જતા રસ્તા પર ગૌશાળા પાસે ફોર વ્હીલ અને ભોગોઇ રેતી ભરેલ ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ફોરવ્હીલ ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાતા જ લોકોના ટોળેટોળા એકઠા થઇ ફોર વ્હીલ ચાલકને બહાર કાઢી વંથલી સિવિલ હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
અહેવાલ હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20211201_125501.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *