Gujarat

સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળનો તારીખ ૨૭ મી ડિસેમ્બરનાં રોજ ખડસલી મુકામે લોકશાળા ખડસલી ખાતે  ખાદ્ય ચીજોમાં ભેળસેળ એ વિષય અન્વયે એક  સેમિનાર યોજાયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
તારીખ ૨૭ મી ડિસેમ્બરનાં રોજ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ખડસલી મુકામે અહીં આવેલી ખડસલી લોકશાળામાં ખાદ્યચીજોમાં ભેળસેળ એ વિષય અન્વયે ગ્રાહક સુરક્ષા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળનાં રમેશભાઇ હીરાણી, રવીભાઈ મહેતા, બિપીનભાઈ પાંધી, હર્ષદભાઈ જોશી આકાશભાઈ કારેલીયા અને ભાવેશભાઈ દ્વારા ગ્રાહક સુરક્ષા અંગે વિશદ સમજ અહીં ઉપસ્થિત ખડસલી હાયર સેકન્ડરી સ્કૂલનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તથા શાળાનાં પ્રિન્સિપાલ નાનજીભાઈ તથા શાળાનાં શિક્ષક ગોવાભાઈની પ્રેરક હાજરીમાં યોજાયેલ. સેમિનારની શરૂઆતમાં અહીંની વિદ્યાર્થીનીઓ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું કંકુ ચોખા અને સૂતરની આંટી પહેરાવી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. શિબિરનું પ્રારંભમાં શાળાના શિક્ષક ગોવાભાઈએ મહેમાનોનું શબ્દગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આભારવિધિ શાળાનાં આચાર્ય નાનજીભાઈએ કરી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ શિસ્ત સંયમ અને શાંતિ રાખી કાર્યક્રમને રસપૂર્વક માણ્યો હતો અને ગ્રાહક સુરક્ષા કાનૂનોને પોતાના વ્યવહારીક જીવનમાં અપનાવવા સંકલ્પ કર્યો હતો. આમ તો ખડસલી એટલે બુનિયાદી નઈ તાલીમનો ગઢ ગણાય એટલે અહીં શિક્ષણ પણ થિયરિકલ અને પ્રેક્ટિકલ જ હોય એટલે ગ્રાહક સુરક્ષા સંબંધિત પ્રેક્ટિકલ શિક્ષણ જીવનમાં અપનાવી દેશનો આર્થિક વિકાસ દર સુદ્રઢ કરવાનો પણ સંકલ્પ કર્યો હતો. આજથી અહીંના વિદ્યાર્થીઓ જ્યારે પણ બઝારમાં ખરીદી કરવા નીકળશે ત્યારે દુકાનદાર પાસેથી પાકું બીલ લેવાનો પણ સંકલ્પ કર્યો હતો. કારક્રમને અંતે ગ્રાહક સુરક્ષા સંદર્ભે પેમ્પેલેટનું વિતરણ પણ કરવામાં આવેલ હતું. આમ ખૂબ સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં સમગ્ર કાર્યક્રમનું સમાપન થયેલું

IMG-20211227-WA0245.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *