કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્રારા દિવ્યાંગ બાળકોને સંગીત,નૃત્ય,નાટ્ય તેમજ લોક કલા અને રાજ્યના પરંપરાગત અમુલ્ય વારસા અંગે પ્રોત્સાહિત કરવા માટે “ઉમંગ ઉત્સવ” યોજના અન્વયે સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા ઉમંગ ઉત્સવ-૨૦૨૧ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.જેમાં સાહિત્ય વિભાગમાં વક્તૃત્વ,નિબંધ,કાવ્ય લેખન, દોહા-છંદ-ચોપાઈ,લોકવાર્તા સંગીત વિભાગમાં સમૂહ ગીત, નાટ્ય વિભાગમાં એકાંકી નાટક જેવી સ્પર્ધાઓ યોજાશે.જેમાં ભાગ લેવા ઈચ્છતી સંસ્થાઓ અરજી ફોર્મ તા.૧૮/૧૨/૨૦૨૧ સુધીમાં જીલ્લા યુવા વિકાસ અધિકારી,જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન-૪, રૂમ નં.૪૨,રાજ્પાર્ક પાસે,જામનગર ખાતે મેળવી પરત જમા કરવાનું રહેશે.વધુ માહિતી માટે ફોન નં ૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક સાધી શકાશે.
