રાજકોટ
રાજકોટમાં દસ કિલો સીંગતેલનો ભાવ (ટેકસ વગર) ૧૪૨૫ના સ્તરે આવી ગયો છે. ગઈરાત્રે ૧૪૦૦ થી ૧૪૨૫ બોલાયા હતા. બે દિવસમાં ૫૦ રૂપિયા નીકળી ગયા છે. ટેકસપેઈડ સીંગતેલ ડબ્બાનો ભાવ ૨૪૨૦ થી ૨૪૭૦ હતો. વેપારીઓના કહેવા પ્રમાણે આશાવાદ ઉપરાંત મેઘવિરામ સાથે નવી મગફળીની આવક વધવા લાગ્યાની અસર છે. નવી મગફળી આજે રાજકોટમાં ૪૦૦૦થી ૫૦૦૦ ગુણી ઠલવાઈ હતી. ૮૫૦ થી ૧૨૧૧ સુધીના ભાવ પડયા હતા. હજુ ભાવ પ્રમાણમાં ઉંચા હોવાથી ખેડુતો વધુ માલ લાવવા માંડયા છે. આવતા સપ્તાહમાં આવક વધુ વધી શકે છે. જાે કે, પિલાણલાયક સુકામાલની આવક વધતા દશેરા થઈ જવાનું માનવામાં આવી રહ્યું છે. સીંગતેલની સાથોસાથ સાઈડતેલો પણ નબળા હતા. કપાસીયા તેલ વોશ ૧૨૬૦ હતું. ટેકસપેઈડ ડબ્બાના રૂા.૨૩૫૫ થી ૨૩૭૫ હતા. પામોલીન ડબ્બાનો ભાવ ૧૯૫૦ થી ૧૯૫૫ હતો. વેપારીઓના કહેવા પ્રમાણે ચિકકાર ઉત્પાદનના અંદાજથી માનસ નબળુ પડી ગયુ છે. જુના સ્ટોક ખાલી થવા લાગ્યા છે.સૌરાષ્ટ્ર-ગુજરાતને ધમરોળ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. કૃષિક્ષેત્રનું ચિત્ર ઉજજવળ ગણાવાય રહ્યું છે. ખાસ કરીને મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદનનો પ્રાથમિક અંદાજ મુકાવા લાગતા સીંગતેલના ભાવ તૂટવા લાગ્યા છે.


