ડાકોર
ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ૧૯૭૮ પહેલા કૃષ્ણલાલ સેવકનો પરિવાર વારાદરી તરીકે પૂજા કરતો હતો, પરંતુ તેમના સંતાનમાં બે દીકરી હોવાથી પૂજા અંગે વિવાદ ઉઠ્યો, ત્યારે કૃષ્ણલાલ સેવકના ભાઈઓ જ્યંતિલાલ અને ગરાધર સેવકે પોતે પૂજા કરશે તેવો કોર્ટમાં કેસ કર્યો હતો, ૨૦૧૮ના વર્ષમાં કેસનો ચુકાદો પોતાની તરફેણમાં હોવાનો ઈન્દિરાબેન અને ભગવતીબેને દાવો કર્યો છે, જાેકે બંને બહેનો કોર્ટનો કોઈ ચુકાદો રજૂ કરી શકી ન હતી, બે વારાદારી બહેનોના જણાવ્યા મુજબ કોર્ટે સેવાપૂજા કરવા હુકમ કરેલો છે. ઈન્દિરાબેને પંડ્યાએ જણાવ્યું હતું કે, વારાદારીના સીધી લીટીના વારસદારો મંદિરમાં સેવા કરી શકે છે. ભક્ત બોડાણાના વિધવા ગંગાબાઈએ પણ ભગવાનની સેવા કરી હતી, જે કોર્ટે માની બંધારણ મુજબ અમને હક્ક આપ્યો છે. અમારા નામ વારદારી તરીકે હજુપણ રણછોડજી મંદિરમાં મુકવામાં આવે છે. બીજી બાજુ મંદિર ટ્રસ્ટે બન્ને બહેનોને જણાવ્યું હતું કે મંદિરના ૧૨૦૦ વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા કરી નથી. ટ્રસ્ટે બન્ને બહેનો પાસે કોર્ટ દ્વારા કોઈ સ્પષ્ટ આદેશ અપાયો હોય તો લઈને આવવા જણાવાયું છે. આમ ભગવાન રણછોડરાયની સેવા પૂજા મામલે મંદિર ટ્રસ્ટ અને વારાદારી બહેનો વચ્ચેનો વિવાદ આગળ વધ્યો છે.ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં સેવાપૂજાને લઈ થયેલો વિવાદ હાલ પૂરતો શમી ગયો છે. રણછોડજી મંદિરમાં પૂર્વ સેવકની બે દીકરી સેવાપૂજા કરવા પહોંચી, જાેકે ડાકોર ટેમ્પલ કમિટીએ કોર્ટનો હુકમ માંગ્યો હતો, આ બંને બહેનો પાસે કોર્ટનો હુકમ ન હોવાથી સેવાપૂજા માટે પ્રવેશ આપવામાં ન આવ્યો, જે બાદ બંને મહિલાઓ કોઈ પણ વિરોધ વગર મંદિરમાંથી બહાર નીકળી ગઈ હતી, રણછોડરાયજી મંદિરના ૧૨૦૦ વર્ષના ઈતિહાસમાં ક્યારેય મહિલાઓને સેવાપૂજાની મંજૂરી મળી નથી.
