Gujarat

સુરતના મહિલા ડોક્ટરને નેશનલ ઓફિસ બેરરનો એવોર્ડ મળ્યો

સુરત
ઇન્ડિયન મેડિકલ એસોસિસએશન સુરતનાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રહી ચૂકેલા ડો.પારૂલ વડગામાએ કોરોનાનાં સમયમાં પોતાને કોવિડ થયો હોવા છતાં કોરોના પેશન્ટ્‌સની પડખે ખડેપગે રહ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ ડિપાર્ટમેન્ટનાં ઇન્ચાર્જ તરીકેની ડ્યૂટી નિભાવી હતી. ઓર્ગન ડોનેશન કેમ્પ, હેન્ડ વોશ હાઇજીન અવેરનેસ,વેક્સિન અવેરનેસ, મેડિકલ ટુરિઝમ જેવા અનેક અભિયાન સાથે પણ જાેડાય ને રહ્યા છે. ડો.પારુલબેન વડગામા (ૈંસ્છમાં ત્નડ્ઢદ્ગના નેશનલ સેક્રેટરી)એ જણાવ્યું હતું કે, ૮૦-૯૦ નેશનલ ઓફિસર બેરરની વચ્ચે એવોર્ડ મળવવો એ સન્માનની વાત છે. ખૂબ જ ખુશ છું. તબીબી વ્યવસાયમાં ૧૬ વર્ષ અને ૈંસ્છ સાથે ૧૦ વર્ષના કેરિયરમાં આ ૫મો નેશનલ એવોર્ડ છે. આ મારું નહિ ત્નડ્ઢદ્ગના સભ્યોનું સન્માન છે. તબીબ વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદ છે. આત્મવિશ્વાસ વધ્યો છે. આગળ કોઈ પણ સમસ્યાનું નિરાકરણ લાવવા ના પ્રયત્નો કરતા જ રહીશું.ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડોક્ટર્સ નેટવર્ક પાર્લામેન્ટમાં દેશભરનાં ડોક્ટર્સ વચ્ચે સુરતનાં ડો.પારૂલ વડગામાને નેશનલ ઓફિસ બેરરનો એવોર્ડથી સન્માનિત કરાયા છે. પટણા ખાતે યોજાયેલી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડોકટર્સ નેટવર્ક પાર્લામેન્ટમાં એવોર્ડથી સન્માનિત કરાયેલા સુરતનાં ચેસ્ટ ફિઝીશ્યન અને યુનિવર્સિટીનાં સરકાર માન્ય સિન્ડિકેટ મેમ્બર ડો.પારૂલ વડગામાએ નેશનલ જુનિયર ડોક્ટર નેટવર્કનાં સ્ટેન્ડિંગ કમિટીનાં સેક્રેટરી તરીકે સ્ટુડન્ટ્‌સને માર્ગદર્શન આપવાની સાથે એકેડમિક એક્ટિવિટીઝમાં પણ સક્રિય રહ્યા છે.

Honored-with-the-award.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *