Gujarat

સુરત બાસ્કેટબોલ એસોસિયેશન દ્વારા નવા ૨ સિન્થેટીક કોર્ટનું ઉદ્ધાટન, ગૃહ રાજ્યમંત્રી સહિતના નેતાઓએ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું

સુરત
બાસ્કેટ બોલના ખિલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે સુરત બાસ્કેટબોલ એસોસિયેશન દ્વારા નવા બે સિન્થેટીક કોર્ટનું નિર્માણ કરાયું છે, સાથે જ રાજ્ય કક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધાનું આયોજન પણ કરાયું હોય રાજ્યની ૨૦ ટીમો વચ્ચે ચેમ્પિયનશીપ માટે જંગ જામ્યો છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પાટીલ સહિતના નેતાઓએ ખેલાડીઓને ખેલ નું મહત્વ સમજાવતા પ્રોત્સાહન આપ્યું હતું.
ઉમરા પોલીસ મથકની પાસે આવેલા ગ્રાઉન્ડમાં સુરત બાસ્કેટબોલ એસોસિયેશન દ્વારા બાસ્કેટબોલના બે નવા સિન્થેટીક કોર્ટ બનાવવામાં આવ્યા છે. ૪ મહિનાની જહેમત બાદ બનેલા સિન્થેટીક કોર્ટનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર, કલેક્ટર આયુષ ઓક, પાલિકા કમિશનર બંછાનીધી પાનીની હાજરીમાં ઉદ્‌ઘાટન કરાયું હતું. તે સાથે જ જુનિયર સ્ટેટ ટુર્નામેન્ટનો પણ આરંભ કરાયો હતો.
સુરત બાસ્કેટબોલ એસોસિયેશનના પ્રમુખ જીગ્નેશ પાટીલે જણાવ્યુ હતુ કે, સુરતના રમતવીરોને પ્રોત્સાહન માટે ઓલિમ્પિક સાઇઝના બે સિન્થેટીક કોર્ટ બનાવાયા છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના રમતવીરો આ સિન્થેટીક કોર્ટ પર શિસ્તબદ્ધ તાલીમ મેળવી શકશે

Inauguration-of-two-new-synthetic-courts-for-basketball-players-in-Surat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *