Gujarat

સ્વામિનારાયણ ફરેણી ધામ ખાતે આજથી મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ શરૂ જ્ઞાનયજ્ઞ, ઘનશ્યામ મહારાજના દિવ્ય અભિષેક અને અન્નકૂટ યોજાશે

 જેતપુર પાસે આવેલ સ્વામીનારાયણ ફરેણી ધામ ખાતે 220મો મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવનો આજથી શુભારંભ થયો છે. ફરેણી ગામે સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠના સંસ્થાપક શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી આજથી  31/12/2021 સુધી ત્રિદિનાત્મક સ્વામીનારાયણ મહામંત્રનો 220મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરવાનું ભવ્ય આયોજન કરવા આવ્યું છે. આ સમારોહને સફ્ળ બનાવવાં માટે ફરેણી સ્વામી નારાયણ ધામના સંતો પૂ. શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન તળે પૂ. ચત્રભૂજ સ્વામી સહિતના સંતો, હરિભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે.
ફરેણી સ્વામી નારાયણ મંદિરના સંત પૂજ્ય ચત્રભૂજ સ્વામીએ જણાવ્યું હતું કે ફરેણી ગામે સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠના સંસ્થાપક શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી આજથી ત્રિદિનાત્મક સ્વામીનારાયણ મહામંત્રનો 220મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે જેમાં મહામંત્ર જ્ઞાનયજ્ઞ, વ્યાખ્યાનમાળા કથાવાર્તા ઉપરાંત ઘનશ્યામ મહારાજનો દિવ્ય અભિષેક અને અન્નકૂટ યોજાશે. આ મહોત્સવમાં આજે બોપર બાદ ડો. દિપેન પટેલનો સાંધા-સ્નાયુના દુ:ખાવા વિષેનો સેમિનાર યોજવામાં આવ્યો છે.
 હરેશ ભાલીયા જેતપુર

IMG-20211229-WA0173.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *