આણંદ,
આણંદ જિલ્લા કોર્ટમાં ચોથા એડિશ્નલ સેશન્સ જજ એસ. એ. નકુમની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલ જે.એસ. ગઢવીએ ૧૮ સાક્ષીઓ અને ૪૨ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જાેકે, મૂળ ફરિયાદી, મૃતકનો ભાઈ તથા પ્રથમ હુમલો થનારો વ્યકિત વૈભવ ઉપરાંત અન્ય બે પંચો, તબીબ સહિત તમામ સાક્ષીઓ હોસ્ટાઈલ થતાં સમગ્ર કેસ પાંગળો થઈ ગયો હતો. જેને પગલે આણંદ જિલ્લા કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. મૃતકના ભાઈ દશરથભાઈ ચરણભાઈ રબારીએ કોર્ટમાં આપેલી જુબાનીમાં જણાવ્યું હતું કે, તેઓ ૮ માર્ચ, ૨૦૨૧ના રોજ પોતાના ઘરે હતા. ત્યારે રાત્રે દોઢેક વાગ્યે તેમના મિત્રનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા ભાઈ ભાસ્કર ઉર્ફે વિષ્ણુની ડેડબોડી તેજસનગરની પાછળ યમુનાપાર્ક સોસાયટીની નજીક રોડની સાઈડમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પડી છે. સ્થળ પર જતાં ત્યાં લોહીથી લથબથ ભાઈની લાશ પડેલી હોવાનું જાેયું હતું. તેમના ભાઈનું મૃત્યુ કેવી રીતે થયું તે તેમને ખબર નથી. પોલીસમાં તેઓએ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરાયો હોય તેવી હકીકત જણાવી હતી પરંતુ હુમલો કોના દ્વારા કરાયો તે ખબર નથી. સમગ્ર બનાવમાં હુમલાનો ભોગ બનેલા વૈભવ ભૂપેન્દ્ર ગોહેલે કોર્ટમાં જુબાની આપતાં જણાવ્યું હતું કે, ૮ માર્ચ, ૨૦૨૧ના રોજ તેમના મિત્ર મંગાની બહેનના લગ્ન જાગનાથપરામા હતા. ત્યાંથી તેઓ તેમના મિત્ર રાહુલ સાથે રાત્રિના સાડા દસ વાગ્યે ઘરે આવતા હતા. તે વખતે તેજસનગરની પાછળ ઝઘડો ચાલતો હતો. તે કોની વચ્ચે ચાલતો હતો તે તેમને ખબર નથી. તેમનો ભાઈ ઝઘડો જાેવા ગયેલો અને પોતે તેની પાછળ ગયા હતા. જ્યાં ટોળું ભેગું થયું હતું. દોડતાં-દોડતાં તેમની પગ કૂંડીમાં આવી જતાં તે પડી ગયેલા અને તેમને જમણી બાજુ કેડ આગળ વાગ્યું હતું. તેમના ભાઈ રાહુલ હોસ્પિટલમાં તેઓને લઈ ગયા હતા. પછી શું થયું તેમને ખબર નથી. ટોળું શેનું હતું અને ઝઘડો શેનો હતો તે જાણવા મળ્યું નહોતું.આણંદ શહેરના ચકચારી હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટ કેસમાં બિલ્ડર સતીષ મેકવાનના પુત્ર આકાશ મેકવાન અને તેના સાગરીતને આણંદ જિલ્લા કોર્ટે કેટલાક સાક્ષીઓ ફરી જતાં નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. આણંદ શહેર પોલીસ સ્ટેશને ૯મી માર્ચે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, આણંદ શહેરમાં આવેલા તેજસનગરમાં ગત ૮ મી માર્ચના રોજ અગાઉના ઝઘડાની અદાવત રાખી ૨૦ વર્ષીય આકાશ સતીષ મેકવાન (રહે. આકાશ ટાઉન સોસાયટી, મકાન નંબર ૩૫, તુલસી ગરનાળા રોડ) અને ફરહાન ઉસ્માનગીની ઉર્ફે બંગડીવાળો ગુલામમહંમદ મેમણ (રહે. સ્ટેશન રોડ, ગોદી સામે, આણંદ) વૈભવ ભૂપેન્દ્ર ગોહિલના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે તેની સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેના પર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો. અને ત્યાંથી નાસી ગયા હતા. જાેકે, એ વખતે ટોળું તેમની પાછળ આવતાં ભાગતી વખતે રસ્તામાં તેમને ભાસ્કર ઉર્ફે વિષ્ણુ રબારી નામનો એક યુવક બાઈક લઈને જતો જાેવા મળ્યો હતો. જેને આંતરીને બંને ઈસમોએ તેની પાસે બાઈક માંગ્યું હતું. પરંતુ ભાસ્કર રબારીએ પોતાનું બાઈક ન આપતાં તેની સાથે તેઓએ બોલાચાલી કરી માર માર્યો હતો. વધુમાં ફરહાને યુવકના બે હાથ પકડી રાખ્યા હતા અને આકાશે તેના હાથમાંનો છરો તેના છાતીના ભાગે મારી દીધો હતો. વધુમાં તેના બાઈકની લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
