Gujarat

કડીના ખાવડ ગામે સમજાવવા ગયેલા શખ્સ પર હુમલો કરાયો

મહેસાણા
વિડજમાં રહેતા ઠાકોર બાબુજી મોહનજીને માહિતી મળી હતી કે ખાવડના બાબુજી આતાજી ઠાકોર તેમના કુટુંબીજનોને તેમની વિરૂદ્ધ ખોટી સલાહ આપી ભડકાવતા હોઈ તેમના કુટુંબમાં ઝઘડા થતા હતા. જેથી ગત સોમવારના રોજ બાબુજી મોહનજી ઠાકોર ખાવડમાં રહેતા બાબુજી આતાજી ઠાકોરના ઘેર સમજાવવા ગયા હતા. ત્યાં મારી વિરૂદ્ધ મારા કુટુંબીજનોને કેમ ભડકાવો છો તેમ કહેતા બાબુજી આતાજી ઉશ્કેરાઈ ગયા હતા બાદમાં તેઓ લાકડાનો ધોકો લઈ આવી ફરિયાદીના જમણા હાથ અને ડાબા પગ ઉપર મારવા લાગ્યા હતા. જેથી ફરિયાદી નીચે પડી જતાં તેમને ગડદાપાટુંનો માર પણ માર્યો હતો. તેઓ ઈજાગ્રસ્ત થતા તેમણે બુમરાણ કરતા લોકોએ આવી તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા. ત્યાર બાદ તેઓ ઘરે આવી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. જ્યાંથી તેમણે ખાવડનાં બાબુજી આતાજી ઠાકોર વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા બાવલું પોલીસે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.કડી તાલુકાના ખાવડ ગામમાં કુટુંબીજનોની બાબતમાં સમજાવવા ગયેલા વિડજના શખ્સ ઉપર ધોકાથી હુમલો કરાતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત દ્વારા બાવલું પોલીસ મથકમાં હુમલાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

The-man-from-Widj-was-attacked-with-a-threat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *