ગીર જંગલના વન્યપ્રાણીઓ નજીકના ગામોમાં તેમજ વાડી વિસ્તારમાં આંટાફેરા સામાન્ય બની ગયેલ હોય તેમ સનખડા ગામની કરાળ વાડી વિસ્તારમાં આવેલ ખેતરમાં કપાસના ઉભા પાકમાં વહેલી સવારે એક વનરાજા આવી પહોચતા ખેતીમાં કામ કરતા ખેડૂત અને મજુરોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયેલ હતું. જોકે આ વનરાજા કપાસના ઉભા પાકમાં આંટાફેરા કરી ચાલ્યા જતાં ખેડૂતોએ હાસકારો અનુભવેલ હતો. જે વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલ હતો..


