Gujarat

ખાતરનો ભાવ વધારો પરત ખેંચવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી ની રજૂઆત

અમરેલી તાલુકામાં તૌકતે વાવાઝોડાની કળ હજુ ખેડૂતોને વળી નથી ત્યાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. ચોમાસુ પાક ખેડૂતો લઈ શક્યા નથી પરંતુ શિયાળુ પાક લેવા માટે રાસાયણિક ખાતરની આવશ્યકતા ઉભી થઈ છે ત્યારે ખાતરના ભાવ વધારાને કારણે ખેડૂતોને પડયા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. જેથીખેડૂતોના હિત માટે ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષભાઈ ભંડેરીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગ કરી છે.

વિપુલ ભાવેશ વાઘેલા અમરેલી

IMG_20211021_162402.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *