Gujarat

પરિમલ નથવાણી ઐતિહાસિક ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા

નથવાણી ઝારખંડના વિકાસમાં યોગદાન આપવા પોતાની કર્મભૂમિમાં અપક્ષ સાંસદ તરીકે પરત ફર્યા

રાંચી, ઝારખંડ: શ્રી પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા.

શ્રી નથવાણી અગાઉ 2008 અને 2020 વચ્ચે ઝારખંડથી અપક્ષ સાંસદ તરીકે અત્યંત અસરકારક અને સતત એવી બે ટર્મ સુધી સેવા આપી ચૂક્યા છે, અને તેઓ રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અપક્ષ સાંસદ હોવાનો ખાસ રેકોર્ડ ધરાવે છે. વર્ષ 2020માં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યા બાદ, તેમનું ઝારખંડથી ફરીથી ચૂંટાઈ આવવું એ આ રાજ્યમાં તેમની મહત્વપૂર્ણ વાપસી છે. શ્રી નથવાણીએ ઝારખંડને ઘણા લાંબા સમય અગાઉથી જ પોતાની “કર્મભૂમિ” તરીકે જાહેર કરી છે.

પોતાની આ જીતમાં સહયોગ બદલ તેમણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ, રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ શ્રી નીતિન નબીન, ઝારખંડ ભાજપ પ્રમુખ શ્રી આદિત્ય સાહુ, ઝારખંડ વિધાનસભામાં ભાજપના નેતા શ્રી બાબુલાલ મરાંડી, ભાજપના મુખ્ય વ્હીપ નવીન જયસ્વાલ તેમજ ભાજપ અને NDAના સાથી પક્ષોના તમામ ધારાસભ્યોનો પોતાના આ વિજયમાં સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો.

રાજ્ય માટે પોતાના વિઝન અને ભવિષ્યના વિકાસના રોડમેપ વિશે શ્રી પરિમલ નથવાણીએ કહ્યું હતું કે: “અહીં એક દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ, ઝારખંડ હવે મારા માટે નવું સ્થળ નથી. તે મારી કર્મભૂમિ છે. રાજ્યસભામાં ફરી એકવાર અહીંના લોકોની સેવા કરવાની મને તક મળી તે બદલ હું ખૂબ આભારી છું. આગળ વધતાં, હું મારું ધ્યાન ગ્રામીણ વિસ્તારો તરફ કેન્દ્રિત કરીશ, જ્યાં અમે મજબૂત કૌશલ્યવર્ધન કાર્યક્રમો ચલાવીને તેમજ કુટીર ઉદ્યોગને પુનર્જીવિત કરીને એકદમ પાયાના સ્તરે આજીવિકાની ટકાઉ