Gujarat

ખેડા જિલ્લા શાળા સંચાલક મંડળનું સ્નેહ-સત્કાર સંમેલન યોજાયું .

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

ડાકોર મુકામે ખેડા જિલ્લા શાળા સંચાલક મંડળનું સ્નેહ-સત્કાર સંમેલન યોજાયું. આચાર્ય સંઘના નવનિયુક્ત પ્રમુખ શ્રીરજનીભાઈ પટેલ તથા મહામંત્રી શ્રીદિનેશભાઇ ભટ્ટનું ખેડા જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી વિજયભાઈ પટેલ,મહામંત્રીશ્રી પ્રદીપભાઈ તથા ઉપપ્રમુખશ્રી ડી.પી.પટેલે પુષ્પગુચ્છ આપી,શાલ અર્પી સ્વાગત કર્યું હતું. જીલ્લા શાળા સંચાલક મંડળના નવા માળખા અંગે ચર્ચા કરવામાં આવી હતી.શાળા સંચાલનને લગતા પ્રશ્નોની ચર્ચા કરી રાજ્ય કક્ષાએ રજૂઆત કરવા જરૂરી ઠરાવ કરવામાં આવ્યા હતાં.

IMG-20211116-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *