ઊના – ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામે સગીરવયની દિકરીને શખ્સે લગ્નની લાલચ આપી બદકામ કરવા ઇરાદે ભગાડી લઇ જઇ તેમની મરજી વિરૂધ અવાર નવાર દુષ્કર્મ આચરેલ હોય આ બાબતે ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીરગઢડાના જુનાઉગલા ગામે રહેતો નરેશ પાંચા પરમારે એજ ગામમાં રહેતી સગીરવયની દિકરી ઉ.વ.૧૩ ત્રણ માસ સત્યાવીસ દિવસ વાળીને તા.૬ સપ્ટે.ના પોતાના વાલીપણા માંથી નરાધમ શખ્સે લગ્નની લાલચ આપી સગીરને બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી લઇ જઇ અવાર નવાર નરાધમે દુષ્કર્મ ગુજારેલ. અને આ વાત કોઇને કહીશતો જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છુટ્યો હોય અને આ અંગેની સગીરાએ સમગ્ર હકીકત તેમના ઘરના સભ્યોને વાત કરતા ચોકી ગયેલા. અને આ બાબતે સગીરવયની દિકરીનો ભાઇ અશોકભાઇ સવાભાઇ સોલંકી દેવીપુજકએ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવતા ઇન્ચાર્જ એસપી ગોહીલે આગળની તપાસ હાથ ધરી શખ્સને ઝડપી પાડવા ચક્રગતિમાન કરેલ છે.
