ગાંધીનગર
ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગ દ્વારા કેટલીક પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરી નાખ્યો છે. ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ૨૮ માર્ચથી ૧૨ એપ્રીલ સુધી લેવાશે.બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા ૨૮ માર્ચથી શરૂ થશે ૧૦ ફેબ્રુઆરી થી ૧૮ ફેબ્રુઆરી સુધી પ્રલિમિનરી પરીક્ષા લેવાશેજ્યારે ધોરણ ૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા ૨૧ એપ્રિલથી ૩૦ એપ્રીલ સુધી લેવાશે. તો વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા ૨ માર્ચથી ૧૨ માર્ચ સુધી લેવાશે. જ્યારે ઉનાળુ વેકેશન ૯ મેથી ૧૨ જુન સુધી રહેશે. ૨૦૨૨-૨૩નું નવુ શૈક્ષણિક વર્ષ ૧૩ જુનથી શરૂ થશે. કોરોનાની મહામારીને ધ્યાને રાખીને પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરાયો છે.
