ટેકાના ભાવે વહેંચવા આવેલ ખેડૂતોની જણસી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવી.
સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે શિયાળાની સિઝન દરમ્યાન પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે તેવા સંજોગોમાં હાલની પરિસ્થિતિ મુજબ સમગ્ર ગુજરાતના ખેડૂતો દ્વારા શિયાળાની શરૂઆત થતાની સાથે જ શિયાળો પાકોનું વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ શિયાળાની શરૂઆતથી જ કમોસમી વરસાદી ઝાપટાંને પગલે શિયાળું પાકમાં વાવેતરને નુકસાનની ભીતિ સર્જાઇ હોય તેવું ખેડૂતો પાસેથી જાણવા મળી રહ્યું છે.
વેસ્ટર્ન ડીસ્ટન્સના કારણે જેતપુર સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં આજે વાતાવરણ પલ્ટો આવ્યો છે અને વિવિધ સ્થળોએ વાદળીયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ પણ પડયો છે. આ વાતાવરણ પલ્ટાની સ્થિતિ વચ્ચે આજરોજ જેતપુરમાં વરસાદી માહોલ વચ્ચે પણ પુરવઠા તંત્ર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલુ રાખવામાં આવી હતી.જ્યારે માર્કેટિંગ યાર્ડ દ્વારા આવક બંધ રાખવામાં આવી હતી,જો કે, આવતીકાલે વરસાદની આગાહીના પગલે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખવામાં આવનાર હોવાનું પુરવઠા નિગમના અધિકારીએ જણાવ્યું હતું.
જેતપુરમાં આજરોજ પુરવઠા તંત્રએ તાલુકાના 70 જેટલા ખેડૂતોને મેસેજ કર્યા હતા જેમાંથી 10 થી 15 જેટલા ખેડૂતો આજે બપોરે 1.30 વાગ્યા સુધીમાં ખરીદ કેન્દ્ર ઉપર ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવ્યા હતા.ઉપરાત જણસી ઉપર ઢાંકવાની સુવિધાઓ પૂરતીના હોઈ તેવી બેદરકારી જોવા મળી હતી.
યાર્ડમાં ટેકાના ભાવે વહેંવચવા આવેલ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડના ખુલ્લા પટમાં જણસી નાખવાનું કહેતા જણસી વહેંચવા આવેલ ખેડૂતો પોતાની જણસી લઈ પરત ફર્યા હતા.
હરેશ ભાલીયા જેતપુર


