Gujarat

ધર્માંતરણ મામલે ૫ાંચ આરોપીઓ સામે ધરપકડ વોરંટ

ભરૂચ
ભરૂચ પોલીસે આ આરોપીઓના આમોદ કોર્ટ પાસેથી ધરપકડ વોરંટ મેળવ્યા છે.તપાસ અધિકારી ડ્ઢરૂજીઁ એમ.પી. ભોજાણીએ આમોદ કોર્ટ સમક્ષ આ ૫ આરોપીઓ અબ્દુલ સમદ ઉર્દે દાઉદ સુલેમાન પટેલ ,શબ્બીર મહમદ પટેલ બેકરીવાલા, હસન ઈશા પટેલ, ઇસ્માઇલ ઐયુબ અને અબ્દુલ આદમ ફેફડાવાલા(રહે ેંદ્ભ) વિરિદ્ધ ઝ્રઇઁઝ્ર ની કલમ ૭૦ હેઠળ ધરપકડ વોરંટની માંગણી કરી જે માન્ય રાખી કોર્ટે વોરંટ જારી કર્યું છે. પોલીસ અનુસાર આ વોરંટથી ધરપકડને વેગ મળી રહેશે. વોરંટની પ્રક્રિયા બાદ પણ આરોપીઓ ન ઝડપાય તો પોલીસ સીઆરપીસી ની કલમ ૮૨ હેઠળ આરોપીઓને ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરી શકે છે. આ પ્રક્રિયા અંતર્ગત પોલીસ આરોપીઓની મિલકત જપ્તી કરવા સુધી સત્તા ધરાવે છે. કાંકરિયા ધર્માંતરણ મામલે ૯ લોકો સામે ગત ૧૫ નવેમ્બરે ગુનો દાખલ કરાયો હતો. પોલીસે પ્રાથમિક તબક્કામાં મુખ્ય આરોપીઓ પૈકીના અઝીઝ સહીત ૪ આરોપી અને બાદમાં વધુ ૬ આરોપીઓની ધરપકડ કરી કુલ ૧૦ લોકોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.છેલ્લા દોઢ મહિનાથી પોલીસ ચોપડે ચડેલા મૂળ નબીપુરના વતની અને લંડન ેંદ્ભ રહેતા દ્ગઇૈં અબ્દુલ આદમ ફેફડાવાલા સહીત ૫ આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા નથી. અનેક સ્થળોએ તપાસ અને દરોડાની કાર્યવાહીઓ હાથ ધરવા છતાં આ આરોપીઓ મળી આવ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *