નડિયાદ
નડિયાદ ઇપ્કોવાલા હોલ ખાતે યોજાયેલા આ સંગતીના કાર્યક્રમમાં ગાંધીનગર સ્થિત સ્વરા મ્યુઝિક મેલોડી સિંગર અનિલ વાઘેલા દ્વારા પ્રસ્તુત એક શ્યામ રફી-કીશોર કે નામમાં સંગીતનો ખજાનો પીરસવામાં આવ્યો હતો. જેમાં રફીના અવાજમાં પ્રદીપ સોની અને લતાના અવાજમાં વર્ષા શાહે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કુલદીપ પથીકના ઓરકેસ્ટ્રાના સથવારે નડિયાદની સંગીત પ્રેમી લોકો જૂમી ઉઠ્યાં હતા. તાજ મહેલનું ખુબજ જાણીતું ગીત “વાદા કીયા તો નિભાના પડેગા” ની રંગત જમાવી હતી. આ કાર્યક્રમમાં આશાના સુંદર અવાજમાં વિણા ઠક્કરે સૌ સંગીતપ્રેમીઓના દિલ જીતી લીધા હતા આ સંગીતના કાર્યક્રમનું સૌ પહેલા વિભા વાઘેલા અને પ્રિસ્કા વાઘેલાએ મંગલદીપ પ્રગટાવી ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, મહામંત્રી અજય બ્રહમભટ્ટ, પાલિકા ઉપપ્રમુખ કિન્તુ દેસાઈ, કાઉન્સીલર સંજય પટેલ, ઉપપ્રમુખ રાજકહેવાય છે કે સંગીત એક એવી દવા છે જે તમામ આફતો, વિટંબણાઓને ભૂલાવી નવી શરૂઆત કરાવે છે અને જીવનને જીવવાનો જુસ્સો જગાડે છે. વર્ષ ૨૦૨૧ પૂર્ણતાને આરે છે. ચાલુ વર્ષ ઘણી બધી મુશ્કેલીઓ લાવ્યું જેમાં કોરોનાની બીજી લહેરના આફતના ચિત્રો હજુ પણ માનસ પટ પરથી ખસી શક્યા નથી. ત્યારે આ બધામાંથી બહાર આવવા સંગીત મહત્વની દવા જેવી કામગીરી કરે છે. ગુડ બાય ૨૦૨૧, વેલકમ ૨૦૨૨ ટાંણે નડિયાદમાં ગાંધીનગરની ખ્યાતનામ મ્યુઝિક દ્વારા હીટસ ઓફ મહંમદરફી, કિશોરકુમાર સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો.


