અમરેલી,ભાવનગર,બોટાદ જીલ્લાની પી.જી.વી.સી.એલ.ની ૭ ટીમોના દરોડા
બોટાદ જીલ્લા પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઈજનેર પી.જે.મહેતાની સુચના અને રાણપુર પી.જી.વી.સી.એલ.ના ઈન્ચાર્જ ડેપ્યુટી ઈજનેર એચ.કે.ગડારા ના માર્ગદર્શન હેઠળ રાણપુર તાલુકાના ગુંદા,ચારણકી,બગડ ગામે વીજ ચેકીગ કરવામાં આવ્યુ જેમાં ૫ લાખ ૧૫ હજાર ની વીજચોરી ઝડપાઈ હતી.અમરેલી,ભાવનગર,બોટાદ જીલ્લાની અલગ-અલગ ૭ ટીમો દ્રારા એસ.આર.પી.પોલીસના બંદોબસ્ત સાથે રાણપુર તાલુકાના ગુંદા,ચારણકી,બગડ ગામે વીજચોરો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.૭ ટીમો દ્રારા કુલ ૧૫૬ વીજકનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ૨૬ વીજ કનેક્શનમાંથી વીજચોરી ઝડપાઈ હતી.તમામ વીજચોરો ને કુલ ૫ લાખ ૧૫ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો હતો.જ્યારે આ બાબતે રાણપુર પી.જી.વી.સી.એલ.કચેરીના ઈન્ચાર્જ ડેપ્યુટી ઈજનેર એચ.કે.ગડારા એ જણાવ્યુ હતુ કે રાણપુર તાલુકામાં જે કોઈ ગ્રાહકો વીજચોરી કરી રહ્યા છે તે સદંતર બંધ કરી દે આગામી દિવસો માં રાણપુર તાલુકાના અન્ય ગામોમાં પણ વીજ દરોડા પાડવામાં આવશે.અને જે કોઈ વીજ ચોરી કરતા પકડાશે તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે….
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
