Gujarat

પ્રભાસપાણ-વેરાવળ સંયુક્ત નગરપાલિકાના કરવેરાના બાકીદારો સામે તવાઈ આવશે કરવેરા નહિં ભરનારના નળ જોડાણ કાપવા અને મિલકત જપ્તી સુધીની કાર્યવાહી કરવામાં આવશે    

ગિરગઢડા
    ભરત ગંગદેવ..
 વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત મોટી રકમના બાકીદારોને નગરપાલિકા અધિનિયમની કલમ ૧૩ર,૧૩૩ હેઠળ નોટીસ આપવામાં આવી હોય છતાં કરવેરાની રકમ ભરપાઈ ન કરી હોય તેવા તમામ બાકીદારોના નળ કનેકશન કાપવા તથા વોરંટ કાઢીને જંગમ અને સ્થાવર મિલ્કત જપ્તી સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
પ્રભાસ પાટણ-વેરાવળ સંયુક્ત નગરપાલિકાના મોટા બાકીદારો ઉપર જપ્તી વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા છે. તે તમામ લોકો ઉપર નિયમનુસાર જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત બાકીદારોના પાણીના નળ જોડાણ કાપી નાખવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર છે. તેમજ બાકીદારોના નામો જે તે વોર્ડમાં તેમજ જાહેર ચોકમાં પ્રસિદ્ધિ કરવામાં આવશે. જેથી જે લોકોના કરવેરાની રકમ બાકી હોય તેવા તમામ બાકીદારોએ તાત્કાલીક બાકી કરવેરાની રકમ ભરી પહોંચ મેળવી લેવા નગરપાલિકાના ચીફ ઓફિસરની એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *