Gujarat

બારડોલીમાં જીવતું નવજાત બાળકને દાટી દેવાયુ

બારડોલી
બારડોલીના શાસ્ત્રી રોડ વિસ્તારમાં આવેલ લાભેશપાર્ક સોસાયટી નજીક બનાવેલ શ્રમિકોના પડાવ પાસે આવેલ ખાડામાં નવજાતને ત્યજી દેવામાં આવ્યું હતું રાત્રિ સમયે બાળકનો રડવાનો અવાજ આવતા સ્થાનિકો ભેગા થયા અને તપાસ કરીતો નવજાત બાળક હોવાનું જણાતા ૧૦૮ ને ફોન કર્યો હતો અને બારડોલી સરકારી હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવાયું હતું જાેકે બાળકને વધુ સારવારની જરૂર જણાતા વધુ સારવાર માટે સુરત સિવિલ ખાતે નવજાતને ખસેડવામાં આવ્યું હતું. ઘટના અંગે લોકોના જણાવ્યા મુજબ કોઈ નિસ્ઠુર જનેતા પોતાનું પાપ છુપાવવા બાળકને ત્યજી દુધુ હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. આ ચકચારી ઘટનાની જાણ લોકોને થતાં લોકોએ બાળકને ત્યજનારા પર ફિટકાર વરસાવ્યો હતો.બારડોલી નગરના શાસ્ત્રી રોડ વિસ્તારમાં એક સોસાયટીની પાછળના ભાગે કામદારોના પડાવ નજીકના ખાડામાં રાત્રી દરમિયાન નવજાત શિશુને ત્યજી દેવાયું હતું, પરંતુ રાત્રે બાળકના રડવાનો અવાજ આવતા સ્થાનિકોઓ સ્થળ પર એકત્રિત થઇ ગયા હતા. અને બાળકને ખાડામાંથી કાઢ્યું હતું. અને તાબડતોડ ૧૦૮ ને જાણ કરી નવજાત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયું હતું. જાેકે બારડોલીના તબીબે વધુ સારવાર માટે નવજાત બાળકને સુરત હોસ્પિટલમાં મોકલ્યું હોવાનું જાણવા મળે છે.

Newborn.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *