ભરૂચ
ગુજરાત રાજ્યમાં ૧૦૮ ઈમરજન્સી સેવા છેલ્લા ૧૪ વર્ષથી કાર્યરત છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ૧૫થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ ઈમરજન્સીના સમયે લોકોને મદદરૂપ થઈ રહી છે. રાત-દિવસ ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ ખડે પગે લોકોની સેવામાં તત્પર છે. ત્યારે વર્ષ ૨૦૨૧માં ભરૂચ જિલ્લામાં કુલ ૨૪ હજાર જેટલા ઈમરજન્સી કેસ નોંધાયા છે. આ કેસમાં પ્રસૂતિના ૯૫૩૨ કેસ, માર્ગ અકસ્માતના ૧૬૯૭ ઈમરજન્સી કેસ, કોરોના વાઇરસના ૧૪૭૦ કેસ, શ્વાસની તકલીફના ૧૦૬૭ કેસ, પેટમાં દુખાવાના ૧૪૯૩ કેસ, ઝેરી દવા ગટગટાવવાના ૬૭૩ અને હૃદય રોગના ૪૧૮ કેસનો સમાવેશ થાય છે. આ ઈમરજન્સી કેસોમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ ખડે પગે ઉભા રહી લોકોના જીવનદાનની મુહિમમાં મહત્વનો ફાળો આપ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લા માટે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ ખરા અર્થમાં જિલ્લાવાસીઓ માટે જીવન સંજીવની બની છે.ભરૂચ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ ખરા અર્થમાં જિલ્લાવાસીઓ માટે જીવન સંજીવની બની છે. જિલ્લામાં કુલ ૨૪ હજાર જેટલા ઈમરજન્સી કેસ નોંધાયા છે. ત્યારે ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ ખડે પગે લોકોની સેવામાં ઉભા રહી લોકોના જીવ બચાવ્યા છે.
