Gujarat

ભાજપ અને ભરતી ભ્રષ્ટાચાર સગા ભાઈ જેવો સંબંધ ઃ અર્જુન મોઢવાડિયા

અમદાવાદ
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, ‘મધ્ય પ્રદેશના વ્યાપમથી લઈને ગુજરાતમાં વ્યાપક ભરતી કૌભાંડના સીલસીલામાં એક નવું ભરતી કૌભાંડ તમારી સમક્ષ લાવ્યો છું. આખા દેશમાં જે ક્લાસ ૧-૨ અધિકારીઓની ભરતી કરવાની હોય તો ભારતના અને રાજ્યના કાયદા મુજબ ેંઁજીઝ્ર અને ગુજરાતમાં ય્ઁજીઝ્ર હેઠળ ભરતી કરવાની હોય છે. અત્યાર સુધીમાં આ પ્રક્રિયા જળવાઈ છે અને કાયદા મુજબ, ક્લાસ ૧-૨ પછી તે આરોગ્ય વિભાગના અધિકારી હોય, કે કોઈપણ ક્ષેત્રની ભરતી તેના હેઠળ કરાઈ છે. જાે આ સિવાય ભરતી કરવામાં આવે તો તે ભરતી સંપૂર્ણ ગેરકાયદેસર ઠરાય છે. પહેલીવાર એવું બન્યું કે જે માહિતી અધિકારી હોય, ક્લાસ-૧, ૨ અને ૩ની ભરતી પ્રક્રિયા ય્ઁજીઝ્ર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાને આપવાના બદલે સરકારે એક ભરતી સમિતી બનાવી. જેનો ઈરાદો કમલમમાંથી આવતા લિસ્ટ મુજબ મળતીયાને ભરતી કરવામાં આવે.’ગુજરાતમાં હેડકલાર્કની ભરતી પરીક્ષામાં પેપર ફુટી નીકળ્યાની ઘટના બાદ સરકારે પરીક્ષા રદ કરી છે. તેની સાથે રાજયમાં હાલમાં લેવાયેલી માહિતી ખાતાની વર્ગ-૧ અને ૨ની ભરતી પ્રક્રિયામાં મેરીટના આધારે ઉમેદવારોને પાસ જાહેર કરીને તેઓની નિયુક્તિની પ્રક્રિયા ચાલુ છે તે સમયે પાસ ન થયેલા અનેક ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પદ્ધતિ સામે પ્રશ્ન ઉઠાવીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે બાદ હાઈકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર વર્ગ-૧ અને વર્ગ-૨ની ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે, બીજી તરફ કોંગ્રેસે પણ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનું જણાવ્યું છે. તેમણે આગળ કહ્યું કે, વર્ગ-૧ અને વર્ગ-૨માં અનુક્રમે ૮ અને ૧૫ ભરતી કરવાની હતી, જેમાં ૧૨૦૦ ઉમેવાદવારોએ અરજી કરી હતી, પરીક્ષા રાજ્ય સરકારે લેવાને બદલે બહારની એજન્સીને રાખીને તેની પાસે પરીક્ષા લેવડાવી. મને સમજાતું નથી કે રાજ્ય પાસે પોતાનું પરીક્ષા બોર્ડ છે, પબ્લિક સર્વિસ કમિશનની પોતાની વ્યવસ્થા છે, એના મારફતે પરીક્ષા લેવાને બદલે બીજી ખાનગી એજન્સીને આ કામ સોંપાયું અને તેમાં મળતીયા લોકોને એક્ઝામીનર તરીકે મૂકવામાં આવ્યા. મારી માંગણી છે કે તે દિવસે પરીક્ષાના સીટીટીવી ફૂટેજ ચકાસીને ત્યાં કોની અવર જવર હતી, તેની તપાસ થવી જાેઈએ. આ ૧૨૦૦માંથી પરીક્ષા આપી હતી, તેમાં ૧૩૮ ઉમેદવારોનું મેરિટ લિસ્ટ તૈયાર કરીને તેમના પ્રમાણપત્રો ચકાસવામાં આવ્યા અને તેમાંથી ૧૦૮ ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા. મોઢવાડિયાએ ઉમેર્યું કે, ગુજરાતના યુવાનોનું આ એક પ્રકારનું શોષણ કરવા સિસ્ટમ ઊભી કરી છે, અને સિસ્ટમને સંચાલકો કમલમમાં તો બેઠા છે પણ સરકારમાં પણ બેઠા છે. વણ થંભી પ્રક્રિયા છે અને એકપણ પરીક્ષા એવી નથી ગઈ જેમાં સ્કેમ ન થયો હોય, પૈસા ન લેવાયા હોય. નાની માછલીઓને પકડીને જવા દીધા હોય, પણ સ્કેમ કરનાર માસ્ટર માઈન્ડ સલામત રહે છે અને તેમનું એક સ્કેમ પૂરું થાય એટલે બીજા સ્કેમની તૈયારી શરૂ કરી દે છે. એટલે અહીંયા માંગણી એ છે કે, આ બધી પરીક્ષાના માસ્ટર માઈન્ડ કોણ છે તેને પકડવામાં આવે. બધી ભરતીના માસ્ટરમાઈન્ડ કમલમમાં બેસે છે, કોણ બેસે છે તેમની તપાસ થવી જાેઈએ અને ધરપકડ થવી જાેઈએ. ભરતી, ભ્રષ્ટાચાર અને ભાજપ આને સગા ભાઈ-બહેન જેવો સંબંધ છે

Arjun-Modhwadia.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *