પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે, જેમની આ મુલાકાત દરમિયાન તેઓ તા.૨૪/૧૨/૨૦૨૧ શુક્રવારના રોજ સવારે ૮:૦૦ કલાકે ધ્રોલ ખાતે લોકસંપર્ક, ૯:૩૦ કલાકે એ.પી.એમ.સી. જોડીયા ખાતે અતિવૃષ્ટિ અને પૂરથી ઉંડ-૨ તથા આજી-૪ સિંચાઇ યોજનાના નીચવાસના તૂટી ગયેલ કાંઠા અંગેના પ્રશ્નો બાબતે ખેડુતો સાથે બેઠક યોજશે, ત્યારબાદ ૧૧:૩૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન સરકિટ હાઉસ ખાતે લોકો સંપર્ક યોજી લોકોને રૂબરૂ મળશે. મંત્રીશ્રી જામનગરના ગ્રામ્ય વિસ્તારો ગોકુલપરા, બાળા, મોટીબાણુંગર, નાની બાણુંગર ખાતે ૧૭.૪૫ થી ૧૯.૪૫ દરમ્યાન લોકસંપર્કમાં હાજરી આપશે.
દિવ્યા ત્રિવેદી
