Gujarat

મહેમદાવાદ તાલુકાના છાપરા પાસે અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
   છાપરા થી ખેડા તરફ જતી સમયે ટ્રેક્ટર નો ઓવરટ્રેક કરવા જતી ટ્રકે કાબુ ગુમાવતા ટ્રેક્ટર માં અકસ્માત થયો હતો
 જેથી લઈને ટ્રેકટર ચાલકે કાબૂ ગુમાવી નીચે ચોકડીમાં ઉતરી ગયો હતો
   જેને લઇને ટ્રેક્ટર પર સવાર બે વ્યક્તિઓ માં એક પુરુષ નું ટ્રક ના આગળ ના ટાયર પર આવી જતાં મોત નીપજ્યું હતું જ્યારે અને એક બાળકનું મોત નીપજ્યું હતું
ઘવાયેલ વ્યક્તિઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
   પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા તાલુકાના છેત્રા ગામના વતની પોતાના સંબંધીને ત્યાં ડાંગર નું ઘાસ ખાલી કરીને પરત પોતાના વતન ફરી રહ્યા હતા તે સમયે છાપરા ગામથી નોલેજ સ્કૂલ થી થોડાક આગળ જતા સમયે ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતી ટ્રકે કાબુ ગુમાવતા પોતાની ટ્રક ધડાકાભેર ટક્કર મારી હતી જેને લઇને ટેકટર ની ઉતરી ગયું હતું
 આ ઘટનાની જાણ થતાં નજીકના લોકો એકઠા થઇ ગયેલા વ્યક્તિઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
 ત્યારબાદ મહેમદાવાદ પોલીસે ઘટના સ્થળ પર આવી વધુ તપાસ હાથ ધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *