Gujarat

મહેસાણાની રંગોલી હોટેલના માલિક સાથે ૨૦ વર્ષ પહેલાં લાખોની છેતરપીંડી આચરનારો ૭૦ વર્ષીય વૃદ્ધ આરોપી ઝડપાયા

મહેસાણા
૨૦ વર્ષ પહેલા આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં લાખોની છેતરપીંડી થયાની ફરિયાદ નોંધાઈ હતી. જેની મહેસાણા પોલીસે સઘન તપાસ કર્યા બાદ ચુનો લગાવનાર આરોપી ૨૦ વર્ષ પછી અમદાવાદથી ઝડપાયો હતો. ચુનો લગાવનારા અશ્વિન ચીનુભાઈ શાહે મહેસાણામાં આવેલી રંગોલી હોટેલના માલિક રમેશ જીવરામ ભાઈ દેસાઈને ભાગીદારીમાં વડોદરા ખાતે ફેક્ટરી ઉભી કરવાનું કહી રૂ. ૧૨ લાખનો ચુનો લગાડ્યો હતો. આ અંગે તાલુકા પીઆઇએ જણાવ્યું હતું કે શહેરમાં અશોક નગર સોસાયટીમાં રહેતા રમેશ જીવરામભાઈ દેસાઈને ૨૦૦૧માં વડોદરામાં તાંબાના વાસણની ફેક્ટરી શરૂ કરવાની અશ્વિન શાહે લાલચ આપી હતી. અમદાવાદના અશ્વિન ચીનુભાઇ શાહે તેમને રૂપિયા ૧૨ લાખનું રોકાણ કરાવી છેતરપિંડી આચરી હતી. ત્યારબાદ ફરિયાદી રમેશ દેસાઇએ નાણાંની ઉઘરાણી કરતા અશ્વિન શાહ સહિત ચાર ઈસમોએ તેનું અપહરણ કરી માર માર્યો હતો. જે અંગેની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાવા પામી હતી. જેનો આરોપી અશ્વિન શાહ ૨૦ વર્ષ પછી અમદાવાદથી ઝડપાયો હતો. મહેસાણામાં વર્ષ ૨૦૦૧માં મહેસાણાની રંગોળી હોટેલ માલિક સાથે લાખોની છેતરપીંડી આચરનાર શખ્સ ૨૦ વર્ષે અમદાવાદથી ઝડપાયો હતો.

Old-man-caught-cheating-millions-with-Rangoli-hotel-owner-in-Mehsana-20-years-ago.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *