Gujarat

રહેતી બીમાર માતાને મળવા આવેલા પુત્ર પર ૬થી ૭ ટપોરીઓએ અચાનક હુમલો કરી ફેફસાંમાં પંચર કરી દીધું

સુરત
સુરતમાં એક ખૂબજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, અડાજણથી સલાબતપુરાના કાલીપુર આંબાવાડીમાં રહેતી બીમાર માતાને મળવા આવેલા પુત્ર પર ૬થી ૭ ટપોરીઓએ અચાનક હુમલો કરી ફેફસાંમાં પંચર કરી દીધું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. યુવાન પર હુમલા પાછળ માથાભારે મહિલાનો હાથ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પિતરાઈ બહેને જણાવ્યું હતું કે ડ્રગ્સ કેસમાં ૧૪ વર્ષની સજા કાપીને છૂટેલી મહિલાને મહોલ્લામાં દારૂના અડ્ડા બંધ કરી દેવાનું કહેવાતા હુમલો કરાયો છે. પીડિત અસલમ હાલ ખાનગી હોસ્પિટલમાં મોત સામે લડી રહ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, ભાઈ અસલમ અને અબ્દુલ મલબારી મહોલ્લામાં દારૂનો ધંધો શરૂ કરનાર મહિલાની વિરુદ્ધ હતા. જેની અદાવતમાં મહિલાએ ટપોરીઓની મદદથી અસલમ પર હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. મહિલા ડ્રગ્સ કેસમાં ૧૪ વર્ષની સજા કાપી ૫ વર્ષ પહેલાં જ જેલમાંથી બહાર આવી છે. જેલમુક્તિ મળ્યા બાદ હવે મહોલ્લામાં દારૂનો ધંધો કરી રહી છે. થોડા દિવસ અગાઉ આ બાબતે અબ્દુલ મલબારી સાથે માથાભારે મહિલાની રકઝક પણ થઈ હતી.
વધુમાં જણાવ્યું હતું કે સોમવારે ભાઈ અસલમ બીમાર માતાની ખબર અંતર પૂછવા આવ્યા હતા. રાત્રીના ભોજન બાદ ઘર બહાર આંગણે બેઠાં હતા. હુમલાને નજરે જાેયો ને બુમાબુમ કરી દેતા લોકો દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા. હાલ ભાઈ અસલમની હાલત ગંભીર છે. આખી ઘટના નજીકના સીસીટીવીમાં આવી ગઈ છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સકીના સોલંકી (ઇજાગ્રસ્ત અસલમની બહેન) એ જણાવ્યું હતું કે હુમલો રાત્રીના ૧૨ વાગ્યા બાદ થયો હતો. ભાઈ અસલમ સુલેમાન મલબારી (ઉ.વ. ૩૭) રાત્રીના ભોજન બાદ ઘર આંગણે બેઠા હતા. અચાનક બાઇક ઉપર આવેલા ૬-૭ ઈસમો અસલમ પર તૂટી પડ્યા હતા અને ઉપરા ઉપરી પીઠ પર ચપ્પુના ઘા મારી રિક્ષા, ટેમ્પો, મોપેડમાં તોડફોડ કરી આખા મહોલ્લાને માથે ઉપાડ્યું હતું. હુમલા પાછળ જૂની અદાવત હોવાનું હાલ લાગી રહ્યું છે. હુમલાખોરો મહોલ્લાના જ હોવાની આશંકા છે.

Chappu-wound-to-a-young-man-in-Surat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *