જુનાગઢ જિલ્લામાં અકસ્માત નો હબ માનવામાં આવતો હાઇવે એટલે વંથલી- જુનાગઢ હાઇવે….. આ હાઇવે પર ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે છેલ્લા ઘણા સમયથી રસ્તાની બંને બાજુ ગાંડા બાવળો ઉગી નીકળ્યાં છે. રસ્તો બંને બાજુ થી સાંકડો હોવાને કારણે રાહદારીઓ માં અકસ્માત નો ભય વર્તાઇ રહ્યો છે.આ રસ્તો દ્રી માર્ગીય હોવાથી રસ્તા પર ભારે ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે.ભૂતકાળમાં પણ આ રસ્તા પર અકસ્માતને કારણે અનેક માસુમ લોકો મોતના મુખમાં હોમાયા છે.તો બીજી તરફ જુનાગઢ બાયપાસ નું ગોકળગાય ની ગતિએ ચાલી રહેલા કામ ને કારણે આ રોડ પર અવાર-નવાર ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે.વેરાવળ- સોમનાથ જતા ભારે વાહનોથી વાહનચાલકો ને હાલ તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.માટે રસ્તા પરથી ગાંડા બાવળો ને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે તેવી હાલતો રાહદારીઓ અને પંથકના લોકો તંત્ર પાસે આશા રાખી રહ્યા છે.
રિપોર્ટ
હાર્દિક વાણીયા


