પાડોશી ગામ અમરનગર માં કોરોના બ્લાસ્ટ થતા આરોગ્ય વિભાગ આવ્યું હરકત માં
વડિયા
અમરેલી જિલ્લા ના છેવડા ના તાલુકા મથક એવા વડિયા માં આસપાસ ના ગામડામાંથી વિદ્યાર્થીઓ હાઈસ્કૂલ માં ધોરણ 9 થી 12ના અભ્યાસ માટે આવે છે. ત્યારે વડિયા ની ભાગોળે આવેલા જેતપુર તાલુકા ના અમરનગર ગામની પ્રાથમિક શાળામાં કોરોના સંક્રમણ ફેલાતા તે ગામના અન્યવિદ્યાર્થીઓ વડિયા માં અભ્યાસ અર્થે આવતા હોવાથી આરોગ્ય વિભાગ હરકત માં આવી વડિયા ની સુરગવાળા હાઈસ્કૂલ માં આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓ ના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આ કામગીરી માં FHW ના રસીલાબેન, આશાવર્કર લલીતાબેન અને દયાબેન જોડાયા હતા. સાથે શ્રી સુરગવાળા હાઈસ્કૂલ ના આચાર્ય અને સ્ટાફ દ્વવારા કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે માસ્ક, સૅનેટાઇઝર અને સોશ્યલ ડિસ્ટન્સ થી ઓડ ઇવન શાળા ચલાવી પૂરતી તકેદારી લેવામાં આવી રહી છે


