Gujarat

વડોદરાના ખેડુતને સાપે ડંખ મારતા ખેડુતે સાપને મારી હોસ્પિટલ લઈ ગયો

વડોદરા
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભદારી ગામમાં રમેશભાઇ મેલાભાઈ વસાવાનું(ઉં.૩૫) ગામની સીમમાં સંયુક્ત કુટુંબની માલિકીનું ખેતર આવેલું છે. રવિવારે બપોરે રમેશભાઇ ખેતરમાં કામ કરવા માટે ગયા હતા અને ખેતીનું કામ કરી રહ્યા હતા. તે સમયે ખેતરમાં નીકળેલા ચિતોડ જાતિના સાપ તેના પગે વીંટળાઈ ગયો હતો અને ઉપરાછાપરી બે દંશ માર્યા હતા. ચિતળ પ્રજાતિનો સાપ રમેશના પગમાં બે દંશ મારી ભાગવા જતો હતો. તેજ વખતે રમેશે હિંમત રાખી સાપ પ્રજાતિના ચિતળને પકડી લીધો હતો અને જમીન ઉપર પછાડી તેને મારી નાખ્યો હતો. દરમિયાન આ બનાવની જાણ ભત્રીજાને કરતા તેઓ ખેતરમાં દોડી ગયા હતા. બીજી તરફ સર્પ દંશની અસર થતાં તેને સારવાર માટે પાદરા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો સયાજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવેલા રમેશનો ભત્રીજાે મરેલા સાપ જાતીના ચિતળને પ્લાસ્ટિકની કોથળીમાં સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો અને મરેલા સાપને તબીબને બતાવ્યો હતો. ફરજ પરના તબીબો અને નર્સિંગ સ્ટાફ તથા અન્ય દર્દીઓ તેમજ તેમના સગાઓ મરેલા સાપ સાથે લઈને આવેલા વ્યક્તિને જાેઈને આશ્ચર્યમાં પડી ગયા હતા. આ બનાવે હોસ્પિટલમાં ચકચાર જગાવી મુકી હતી. તબીબોએ સાપની જાતિના આધારે દર્દીની સારવાર હાથ ધરી હતી.વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભદારી ગામની સીમમાં કપાસના ખેતરમાં કામ કરતા ૩૫ વર્ષીય યુવાનને સાપની પ્રજાતિ ચિતળ પગના ભાગે વીંટળાઈને દંશ માર્યો હતો. જાેકે, યુવાને હિંમત રાખીને પગે વીંટળાયેલા ચિતળ (સાપ)ને પકડીને મારી નાખ્યો હતો અને તે ચિતળ (સાપ) ને લઈને સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં આવી પહોંચ્યો હતો. ચિતળ (સાપ) સાથે હોસ્પિટલમાં આવેલ દર્દીના સગાથી એન.સી.ઓ.ટીમાં ફરજ પરના તબીબો સહિત કર્મચારીઓ ચોંકી ઉઠ્‌યા હતા. હોસ્પિટલમાં તબીબોએ ચિતળના દંશનો ભોગ બનેલા દર્દીની તુરંત જ સારવાર શરૂ કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *