બનાસકાંઠા વન્યપ્રાણી વિભાગ, પાલનપુર ધ્વારા તા.૦૨-૧૦-૨૦૨૧ થી તા. ૮-૧૦-૨૦૨૧ દરમ્યાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા.૩-૧૦-૨૦૨૧ના રોજ વન્યપ્રાણી વિભાગ દ્વારા વન્યપ્રાણી ગુનાને લગતા વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી શ્રેયસ પટેલ, મદદનીશ વન સંરક્ષક, ગાંધીનગર દ્વારા આ વિષય ૫૨ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિભાગીય કચેરીના હસ્તકની તમામ રેન્જોનો ક્ષેત્રિય સ્ટાફ જોડાયો હતો.
આ ઉપરાંત કાર્યક્રમમાં દાંતા (પશ્ચિમ) રેન્જ કચેરી ઘ્વારા ત્રિશુળીયા ઘાટના વ્યું પોઈન્ટ, અંબાજી (ઉત્તર) રેન્જ ધ્વારા ગબ્બર વિસ્તાર, દાંતા (પૂર્વ) રેન્જના માંકડી ગામમાંથી, પાલનપુર રેન્જ ધ્વારા ચિત્રાસણી–વિરમપુર રોડની સાઈડ પરના વિસ્તારમાંથી વેસ્ટ પ્લાસ્ટીક એકઠું કરવામાં આવ્યું હતો. અમીરગઢ રેન્જના ખજુરીયા, અંબાજી(દક્ષિણ) રેન્જ ધ્વારા મોટા પીપોદરા, ઈકબાલગઢ વન્યપ્રાણી રેન્જ ધ્વારા અરણીવાડા જેવા ગામોમાં ગામલોકો સાથે વન્યપ્રાણી સંરક્ષણ તથા માનવ–વન્યપ્રાણી સંઘર્ષ નિવા૨ણ બાબતેનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જયારે થરાદ રેન્જ ધ્વારા નડાબેટ ખાતે આવેલ સીમા સુરક્ષા બળના બેઝ કેમ્પ ખાતે તેમના જવાનોને વન્યપ્રાણી સંરક્ષણ અને તેના મહત્વ વિશે સમજ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમ બનાસકાંઠા નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગની અખબારી યાદીમાં જણાવ્યું છે.


