Gujarat

વલ્લભવિદ્યાનગર ખાતે ભંડારો રાખી ઉજવણી કરાઈ

વલ્લભ વિદ્યાનગર,
શ્રી જલારામબાપાની ૨૨૨મી જન્મજ્યંતિ નિમિત્તે વલ્લભ વિદ્યાનગર ખાતે શ્રી જલારામબાપાની અસીમ કૃપાથી બાપાના ૨૨૨માં પ્રાગટ્યદિને સતત ૨૭માં વર્ષે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ભાવિભક્તો એકત્રિત થઈને બાપાની આરતી તેમજ સૌ કોઈ સાથે પ્રસાદીનો લ્હાવો લેશે આ સમગ્ર કાર્યકર્મનું આયોજન નામી અનામી દાતાઓ અને સ્વ. ઉષાબેન ગોવિંદભાઈ ઠક્કર (હરિયાણી) પરિવારના સ્નેહવંદન દ્વારા કરવામાં આવ્યું છે આ ભંડારો છેલ્લા ૨૭ વર્ષથી સતત કાર્યશીલ છે અને તમામ જલારામ ભક્તો માટે આ ભંડારો રાખવામાં આવે છે. શ્રી જલારામ બાપાના ૨૨૨મી જન્મજ્યંતિ નિમિત્તે આ વર્ષે સવારે ઉદ્‌ઘાટન અને આરતી ૮ઃ૩૦ કલાકે રાખવામાં આવી હતી ત્યારે બાદ બપોરે આરતી અને ભંડારો ૧૨ કલાકે કરવામાં આવે છે અને રાત્રીના સમયે ૯ થી ૧૨ શ્રમજીવી બહેનોના ભજન નો કાર્યક્રમ રાખેલ આ કાર્યક્રમનો સ્થળ ૐ કારેશ્વર મહાદેવ મંદિર, સત્યનારાયણ આઈસ્ક્રીમના ખાંચામાં, બગીચા પાસે, વલ્લભ વિદ્યાનગર ખાતે રાખેલ જેમાં મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તો એકત્રિત થયા હતા. અને સૌ કોઈએ ભંડારાનો લાભ લીધો હતો.

Jalaram-Bhandaro-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *