મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના શીંગોડિયા પ્રાથમિક શાળા ખાતે બાળમેળાનું આયોજન કરાયું.બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિ બહાર લાવવાના ઉદ્દેશ્યથી સરકારના પરિપત્ર મુજબ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ 1 થી 5 અને એક 6 થી 8 એમ અલગ અલગ બે વિભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ચિત્ર સ્પર્ધા,બાળવાર્તા,બાળ સ્પર્ધાઓ તેમજ વિવિધ પ્રકારના સ્ટોલ જેવા કે પાણીપુરી,ખીચું અને ચા જેવા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમથી બાળકોમાં રહેલ આત્મશક્તિ અને સુષુપ્ત શક્તિ બહાર આવે તેમજ બાળકો સ્વાવલંબી બને તેવા ઉમદા ઉદ્દેશથી બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બાળ મેળા માં શીંગોડિયા સાળા ના વિદ્યાર્થીઓ,શિક્ષકો અને ગામના વાલીઓ પણ જોડાયા હતા.


