Gujarat

સાવરકુંડલા શહેરમાં હવે શિયાળો દેખાયો. લોકો ગરમ વસ્ત્રો ખરીદવામાં વ્યસ્ત થતાં જોવા મળ્યાં.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો ઋતુ પરિવર્તન એ કુદરતી પ્રક્રિયા છે. ચોમાસાની વિદાય પછી કમોસમી માવઠું પણ આવી ગયું છેલ્લા બે દિવસથી આકાશ સ્વચ્છ થયું અને ઠંડીનો ધીમો અણસાર આપી ગયો. લોકો પણ ઠંડીનાં રક્ષણ કાજે માર્કેટમાંથી અવનવા રંગો અને ડીઝાઈનનાં ગરમ વસ્ત્રો ખરીદવા ભારે ભીડ લગાવતાં જોવા મળ્યાં.. આમ તો શહેરનાં અપટુડેટ સ્ટોરમાં ગરમ વસ્ત્રો મળતાં હોય છે. અહીં બ્રાન્ડ કંપનીનાં મોંઘાભાવના સ્વેટર મળતાં હોય છે. લોકો જાહેર રસ્તાની બાજુમાં પણ નિત્ય અવનવા ગરમ કપડાંનાં સ્ટોલ પર વેચાતાં ગરમ વસ્ત્રો ખરીદવા તરફ વધુ ઝોક રાખતાં જોવા મળે છે. પાંચસો – સાતસો કે તેથી ઉપરની કિંમતના ગરમ વસ્ત્રો અહીં વેચાણર્થે હોય છે. લોકો પણ તોલમોલ કરી ભાવમાં બરોબર કસીને ગરમ વસ્ત્રોની ખરીદી અહીંથી કરતાં જોવા મળે છે. ગ્રાહક અને વિક્રેતા બંનેને પરવડે તો વેચાણ ફટાકટ થઈ જાય છે. આમ શિયાળાની આ ઋતુમાં ગરમ વસ્ત્રોની ભારે માંગ હોવાથી ગરમ વસ્ત્રોનાં વેપારી પણ અહીં ખુશહાલ જોવા મળે છે.

IMG-20211208-WA0155.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *