Gujarat

સાવરકુંડલા શહેરમાંથી સવારે ભાવનગર તરફ જવાની ટ્રેન સુવિધા રેલ્વે તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવા શહેરીજનોની માંગ… 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરની જનતા પૂછે છે સવારે સાવરકુંડલાથી ભાવનગર કે ઘોળા તરફ જવાની પેસેન્જર ટ્રેન ક્યારે મળશે?? આ સંદર્ભે રેલવે તંત્રને પણ ઘણી વખત રજૂઆતો કરવામાં આવેલ છે. પરંતુ હજુ પણ પરિણામ શૂન્ય છે. સવારમાં ભાવનગર કે ધોળા તરફ જતાં લોકોને મજબૂરીવશ એસ. ટી અને ખાનગી વાહનો દ્વારા મુસાફરી કરતા જોવા મળે છે. આમ પણ લોકો સવારે જ નાનાં શહેરથી મોટા શહેર તરફ ગામતરે જતાં હોય છે પછી એ પારિવારિક પ્રસંગ હોય, કોર્ટ કચેરી કે વ્યવસાય ખરીદી અર્થે જતાં હોય.. હાલ સાવરકુંડલા શહેરથી સવારે રેલવે તંત્ર દ્વારા ભાવનગર કે ધોળા તરફ જવાની કોઈ જ વ્યવસ્થા નથી.. બદલતાં હાઈટેક અને બૂલેટ ટ્રેનની વાતો કરતું રેલવે તંત્ર સાવરકુંડલા જેવા નાનાં શહેરને સવારની ભાવનગર કે ધોળા જતી ટ્રેન ક્યારે ઉપલબ્ધ કરાવશે એ પ્રશ્ર્ન લોકચર્ચાને ચકડોળે ચડયો છે.
આ સંદર્ભે વહેલામાં વહેલી તકે લોકોને સવારની ભાવનગર તરફ જતી ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થાય તેવું સાવરકુંડલાનાં શહેરીજનો ઈચ્છે છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *