Gujarat

રાજકોટ મહાનગરપાલિકાએ ૩૪ વર્ષ બાદ સોસાયટીમાંથી રોડ કાઢી ૧૧૫ થી વધુ મકાન કપાતમાં નાખ્યાં, લોકો માં રોષ ની લાગણી

રાજકોટ
એક ખુબજ ચોંકાવનારો બનાવ બન્યો છે જેમાં તંત્ર દ્વારા એવું કામ કરવામાં આવ્યું છે જેમાં ૩૪ વર્ષે જાહેર જગ્યા ના બદલે એક સોસાયટી માં થી રોંદ કાઢ્યો છે, આ તો સામાન્ય રીતે કોઈ સોસાયટી બને, કોઈ વિસ્તારમાં પહેલેથી ટીપીને મંજૂરી આપી દેવામાં આવે છે કે પછી રોડની જગ્યા છોડી દેવામાં આવે.પરંતુ રાજકોટ મહાનગર પાલિકાને ૩૪ વર્ષે અંકુરનગર સોસાયટીમાંથી રોડ કાઢવાનું બ્રહ્મજ્ઞાન થયું છે.કોર્પોરેશનના આ અણધડ ર્નિણયના કારણે અંકુરનગર સોસાયટીના અનેક લોકોના મકાન કપાતમાં જવાથી લોકોમાં રોષ ફેલાયો છે.સોસાયટીના ૧૧૫થી વધુ મકાન કપાતા જતા વર્ષોની મહેનત કરી મરણ મૂડીથી મકાન બનાવેલા લોકોમાં આક્રોશ ફેલાયો છે.મકાન ગુમાવવાની જાણ થતા અનેક લોકોના આંખમાંથી આસું સરી પડ્યા.પોતાનું મકાન બચાવવા લોકોએ રોડ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.આ વિસ્તારના નકશામાં ફેરફાર કરાયાનો સ્થાનિકોનો આક્ષેપ છે.રાજકીય વગ ધરાવતા વ્યક્તિની બિલ્ડીંગ બચાવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
બીજી તરફ રાજકોટના મેયર પ્રદીપ ડવે સ્થાનિકોના આક્ષેપ ફગાવ્યા અને કહ્યું કે, લાઇન ઓફ પબ્લીક શીટ તૈયાર કરવામાં આવી છે.૧ મહિનામાં વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે.વાંધા સૂચનો મુજબ રોડમાં કપાત કરવાની થાય તો અસરગ્રસ્તોને વળતર ચૂકવવાની ખાતરી આપી છે.જાે કે, મેયરનું એ પણ કહેવું છે કે, હાલમાં આ ઠરાવ જનરલ બોર્ડમાં પાસ થયો છે હજુ માર્કિંગ સર્વે અને નોટિસની કામગીરી હાથ ધરવામાં આવી નથી.
આમ જાેવા જઈએ તો સવાલ એવો ઉભા થઇ રહ્યા છે કે આખરે ૩૪ વર્ષ રાજકોટ મહાનગર પાલિકા ની ઊંઘ ઉડી? ૩૪ સુધી ઘોર નિંદ્રામાં હતી કે શું? ૩૪ વર્ષ બાદ કાર્યવાહી કેમ કરવામાં આવી? જાે કદાચ આ ૧૧૫ મકાનો તૂટશે તો પરિવારોનું શું થશે? મકાનો કાયમી થશે તેવો ભરોસો ભૂતકાળમાં કેમ અપાયો? શું સરકાર સ્થાનિકોને ન્યાય અપાવશે? નકશામાં ફેરફાર કરાયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કેટલો સાચો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *