મુંબઈ
આ સમયે તેના જીવનના ખૂબ જ સારા સમયમાંથી પસાર થઈ રહી છે. તેણે કહ્યું- ‘હું ચોક્કસપણે લગ્ન કરવા અને બાળકને જન્મ આપવા માંગુ છું. આગામી પાંચ વર્ષમાં હું મારી જાતને એક માતા અને પત્ની તરીકે જાેઉં છું. જ્યારે કંગનાને પૂછવામાં આવ્યું કે શું તે પાંચ વર્ષમાં માતા અને પત્ની બનવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે તો તેણે હસીને જવાબ આપ્યો, ‘હા’. જ્યારે કંગનાને પાર્ટનર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તમને જલ્દી ખબર પડી જશે. તમને જણાવી દઈએ કે, હાલમાં જ કંગના રનૌતને રાષ્ટ્રીય અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કંગનાને પદ્મશ્રીથી સન્માનિત કરી. કંગના રનૌત પણ આ સન્માન મેળવીને ઘણી ખુશ હતી.અભિનેત્રી કંગના રનૌત બોલીવુડની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે. હાલમાં ફરી એકવાર ધાકડ ગર્લ લાઈમલાઈટમાં છે, કારણ કે અભિનેત્રીએ પોતાની લવ લાઈફ વિશે ખુલાસો કર્યો છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કંગનાએ તેના લગ્ન અને પરિવારની વિશે વાત કરી છે.
