Maharashtra

એન્ડી મરે સ્ટોકહોમ ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચ્યું

મુંબઈ
સ્પેનના પેડ્રો માર્ટિનેઝે ઇમિલ રુસુવુઓરી સામેના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૬-૪, ૩-૬, ૭-૬થી વિજય હાંસલ કર્યો હતો. તેનો આગામી મુકાબલો સ્પેનના ફ્રાન્સિસ ટિયાફો સામે થશે.૬-૧, ૭-૫થી હરાવીને સ્ટોકહોમ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. ત્રણ વખતના ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન બ્રિટનના એન્ડી મરેને પ્રથમ સેટ જીતવામાં કોઈ મુશ્કેલી પડી નહોતી પરંતુ બીજા સેટમાં વિશ્વના ૩૫૪મા ક્રમાંકિત વિક્ટરે તેને ભારે લડત આપી હતી. બીજા રાઉન્ડમાં મરેનો મુકાબલો ટોચના ક્રમાંકિત યાનિક સિનર સામે થશે. ગયા સપ્તાહે પેરિસ માસ્ટર્સમાં ડોમિનિક કિફર સામેના પરાજયમાં સાત મેચ પોઇન્ટ ગુમાવનાર ૩૪ વર્ષીય મરેએ એક સેટ પોઇન્ટ બચાવ્યો હતો અને પોતાના ત્રીજા મેચ પોઇન્ટ ઉપર વિજય હાંસલ કરી લીધો હતો. પાંચમા ક્રમાંકિત ટેલર ફિત્ઝે ઇગોર ગેરાસિમોવને ૬-૪, ૬-૪થી હરાવ્યો હતો અને તેનો આગામી મુકાબલો તેના જ ડબલ્સના સાથીદાર ટોમી પોલ સામે થશે.

Andy-Murray-in-The-Second-Round-of-the-Stockholm-Open.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *